GSTV
Gujarat Government Advertisement

કામનું / તમારી સાથે પણ થઇ છે છેતરપિંડી તો અહીં કરો ફરિયાદ: રૂપિયા મળી જશે પરત, જાણો સમગ્ર પ્રક્રિયા

Last Updated on June 10, 2021 by Zainul Ansari

જો તમારી સાથે કોઇ પણ પ્રકારની છેતરપિંડી થઇ છે, તો હવે તમારે રૂપિયાની ચિંતા કરવાની જરાય જરૂર નથી. તમારે ફક્ત ફરિયાદ કરવાની રહેશે અને તમારા રૂપિયા પાછા ખાતામાં આવી જશે. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે તેના માટે નવા ફોર્મ કાઢ્યા છે, જેના મારફતે તમે ફ્રોડ અંગે ફરિયાદ કરી તમારા રૂપિયા માટે ક્લેમ કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે Simplified Standardized Claim Form લોન્ચ કર્યો છે, જેના દ્વારા તમે તમારા રૂપિયા માટે ક્લેમ કરી શકો છે. ચાલો જાણીએ તમે ક્યા ખાતા માટે ક્લેમ કરી શકો છો.

કોણ કરી શકે છે ક્લેમ?

પોસ્ટ પેમેન્ટ બેંકે જાણકારી આપતા જણાવ્યું કે જો ગ્રાહકોનું પોસ્ટ ઓફિસમાં ખાતુ છે અને તેમની સાથે છેતરપિંડી થઇ છે, તો તેઓ ક્લેમ કરી શકે છે. તેના માટે કેસ સર્ટિફિકેટ, મની ઓર્ડરસ SOP અને PLI/RPLમાં જો તમારી સાથે છેતરપિંડી થઇ છે, તો ક્લેમ કરી શકો છો.

કેમ ફોર્મ લોન્ચ કરવા પડ્યો?

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પોસ્ટ ઓફિસના તમામ સર્કલના લોકો તેમના હિસાબથી અલગ-અલગ ફોર્મનો ઉપયોગ કરી રહ્યા હતા, જેનો કંટેન્ટ અલગ હતો. તેને આખા દેશમાં એક સમાન બનાવવા માટે આ ફોર્મ લોન્ચ કરવામાં આવ્યો છે.

ક્યા પ્રકારની ફરિયાદ કરી શકાય છે?

  • જો તમારે ફરિયાદ કરવી છે, તો સૌથી પહેલા આ ફોર્મ લઇને ભરો
  • ફોર્મ જમા કરતા સમયે સેલ્ફ અટેસ્ટેડ ફોટોકોપી પણ આપવી પડશે
  • આ ફોટોકોપીમાં Photo ID અને Address proof આપવાનું રહેશે
  • ઉપરાંત Passbook, Deposit reciept પણ આપવાની રહેશે
  • ઉપરાંત તમારે Original Passbook પણ જમા કરાવવી પડી શકે છે
  • ત્યારબાદ બેંક તરફથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે.
પોસ્ટ

કેટલા દિવસનો સમય લાગશે

ઉલ્લેખનીય છે કે આ પ્રકારના ફ્રોડમાં ફરિયાદ કર્યા પછી 7 દિવસથી લઇ 25 દિવસ સુધીનો સમય લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે તમારા કેસ ઉપર પણ નિર્ભર કરે છે કે કેટલો સમય લાગશે. જો Forensic examinationની જરૂર હશે, તો 3 મહિના સુદીનો સમય પણ લાગી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચોમાસાની સ્થિતિને લઇને હવામાન વિભાગે મહત્વની આગાહી, વરસાદી સિસ્ટમ નબળી પડી

pratik shah

કોરોનાની સારવાર માટે SBI આપી રહી છે 5 લાખ રૂપિયાની લોન! કેવી રીતે મળશે આ સુવિધા, જાણો તેના વિશે ડિટેલમાં

Zainul Ansari

મોરબીના હળવદમાં ફૂડ પોઈઝનિંગના બનાવો વધ્યા, માત્ર એક અઠવાડિયામાં 140થી વધુ કેસ નોંધાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!