GSTV

ભારત સરકારે Flipkart, Amazonને ટક્કર આપતી સુવિધા કરી ચાલૂ, આ છે નવી પહેલ

Last Updated on December 15, 2018 by

ભારતીય પોસ્ટે શુક્રવારે ઇ-કૉમર્સ વ્યવસાયની પૂરેપૂરી જાહેરાત કરી દીધી છે. તે ઉત્પાદનોને પહોંચાડવા માટે તેના પાર્સલ વ્યવસાય નેટવર્કનો લાભ લેશે. ટેલિકોમ પ્રધાન મનોજ સિન્હાએ પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે અલગ પાર્સલ ડાયરેક્ટીવ્સની સ્થાપના કરીને પોસ્ટ વિભાગ દ્વારા નિર્ણય લેવાની પ્રક્રિયા સરળ બનાવી છે.” આ ડાયરેક્ટીવ્સ પાર્સલનાં ચાર્જ અને સંબંધિત જોગવાઈઓ પર તાત્કાલિક નિર્ણય લઈ શકે છે. ભારતીય પોસ્ટ ઈ-કૉમર્સ સેવાઓ માટે ઘરે ઘરે જઈને ડિલેવરી પહોંચાડવા માટે પોતાનાં વિસ્તૃત નેટવર્કનો લાભ લઈ શકશે. “

સિન્હાએ ભારતીય પોસ્ટનું ઈ-કૉમર્સ પોર્ટલ પણ રજૂ કર્યું છે. ભારતીય ઇ-કોમર્સ માર્કેટમાં એમેઝોન અને ફ્લિપકાર્ટનું પ્રભુત્વ વધારે છે. પરંતુ ભારતીય પોસ્ટ સમગ્ર ભારતમાં એક મોટું નેટવર્ક છે. એને ગ્રાહકો સીધા જ ભારતીય પોસ્ટના ઇ-કોમર્સ સેક્ટરમાં જશે. માટે આ રીતે આ કંપનીઓને ઘણી બધી રીતે પડકારોનો સામનો કરવો પડશે. આ પહેલા ડિલિવરી ચાર્જ અથવા સ્પર્ધાત્મક કંપનીઓની સેવાઓ સામે સ્પર્ધા કરવા માટે ટોચના અધિકારી પાસે મંજૂરી લેવી પડતી હતી અને તેમાં વધુ સમય લાગ્યો હતો. સિન્હાએ જણાવ્યું હતું કે, “તમામ ઈ-કૉમર્સ વ્યવસાયો માટે બધા વિક્રેતાઓ ભારતીય પોસ્ટ પર તેમની નોંધણી કરી શકે છે. ભારત પોસ્ટ વિક્રેતાઓ પાસેથી ઉત્પાદન લઈને ગ્રાહકો સુધી પહોંચાડશે.”

મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે 1.55 લાખ પોસ્ટ ઓફિસો દ્વારા ભારતીય ટપાલોનું વિતરણ દૂરના ગામોમાં કરવામાં આવે છે. ભારત પોસ્ટ સચિવ એ એન નંદાએ કહ્યું કે “અમે ઉત્પાદકોને સામાન પરત કરવાની પણ સુવિધા આપશું કે જે રીતે બીજી કંપનીઓ આપે છે.” સિન્હાએ જણાવ્યું હતું કે, અમારો વિભાગ ઉત્પાદકોની ડિલિવરી પર સખત નિયંત્રણ કરશે.

READ ALSO

Related posts

ઠાગાઠૈયા/ એક વર્ષનો સમય વીતી ગયો છતાં ગુજરાતના ‘ગુંડા’ એક્ટને મંજૂરી નહીં, કેન્દ્રની સ્પષ્ટતા છતાં કાયદો અદ્ધરતાલ

Pravin Makwana

આવકવેરા ખાતાની ટીમના ડેરી ઉદ્યોગ ગ્રુપ પર દરોડા, રૂ.400 કરોડની કરચોરી પકડાઈ

Damini Patel

મોટો ફફડાટ/ નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે કાઇટ ફેસ્ટિવલ પર સંકટ, ગુજરાત ટુરિઝમની વેઇટ એન્ડ વૉચની નીતિ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!