GSTV
Home » News » BSNL અને એર ઇન્ડિયા તો દૂર, આ ભારતીય પોસ્ટ એનું પણ માથુ ભાંગીને સૌથી વધુ નુકશાન કરે છે

BSNL અને એર ઇન્ડિયા તો દૂર, આ ભારતીય પોસ્ટ એનું પણ માથુ ભાંગીને સૌથી વધુ નુકશાન કરે છે

ભારતીય પોસ્ટ વિભાગની ખોટમાં સતત વધારો થઇ રહ્યો હોવાનું એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. મળતી વિગત અનુસાર ભારતીય પોસ્ટ વિભાગની વાર્ષિક ખાદ્ય એર ઇન્ડિયા અને BSNLને પાછળ છોડીને 15,000 કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે. FY18માં BSNL અને એર ઇન્ડિયાની ખાદ્ય અનુક્રમને 8000 કરોડ અને 5,340 કરોડ હતી. અન્ય PSUની માફક પોસ્ટ વિભાગમાં પણ ઊંચા પગાર તેમજ ભથ્થાને કારણે ખોટ સહન કરવી પડી રહી છે. પોસ્ટ વિભાગની કુલ આવક માંથી 90% હિસ્સો પગાર – ભથ્થામાં જાય છે.

કમર્ચારીઓનાં ઊંચા પગારને કારણે પોસ્ટ વિભાગ નુકશાન ભોગવી રહ્યું છે. જો કે આ પગાર વધારો કેન્દ્રીય પગારપંચ કરે છે જેને કારણે પોસ્ટ વિભાગ પર ભારણ વધે છે તેમજ ખાદ્યમાં વધારો થાય છે. FY19માં પોસ્ટ વિભાગની 18,000 કરોડની આવક સામે પગાર – ભથ્થા પેટે 16,620 કરોડ રૂપિયા ચુકવાયાં હતા. આ ઉપરાંત નિવૃત કર્મચારીઓને પેંશન પેટે 9782 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. આમ પોસ્ટ વિભાગે આવક કરતાં પણ વધુ 26,400 કરોડ રૂપિયા પોતાનાં કર્મચારીઓને ચૂકવ્યાં છે.

હકીકતમાં પોસ્ટ વિભાગે વાર્ષિક 19,203 કરોડ રૂપિયાની આવક સામે પગાર – ભથ્થાં પેટે 17,451 કરોડ રૂપિયા તેમજ પેન્શન પેટે 10,271 કરોડ રૂપિયા ચૂકવવાનો અંદાજ મુક્યો હતો. સૂત્રોનાં જણાવ્યાં મુજબ પોસ્ટ વિભાગનું પ્રદર્શન સુધારવા તેમજ આવકમાં વધારો કરવા માટેનાં પ્રયત્નો ઉત્પાદન ખર્ચ અને અને મૂલ્ય નિર્ધારણમાં તાલમેલ ના હોવાને કારણે સફળ થઇ શકતાં નથી.

સામાન્ય રીતે પોસ્ટ ઓફિસ એક પોસ્ટકાર્ડ પાછળ લગભગ 12.15 રૂપિયા ખર્ચ કરે છે પરંતુ તેની સામે ફક્ત 50 પૈસા જ મળે છે. આ ઉપરાંત સરેરાશ પાર્સલ સેવાનો ચાર્જ 89.23 રૂપિયા છે પણ તેની પેટે પોસ્ટને અડધા રૂપિયા જ મળે છે. આ ઉપરાંત બુક -પોસ્ટ, સ્પીડ પોસ્ટ વગેરે જેવા માટે ચાર્જ વધારવાની જરૂર છે. પોસ્ટ વિભાગની Expenditure Finance Committeeએ જણાવ્યું હતું કે વિભાગે હવે ચાર્જ વધારીને આત્મનિર્ભર થવું પડશે કેમ કે કેન્દ્રીય બજેટ આ વાર્ષિક નુકશાનને વધુ સહન નહિ કરી શકે. ઉલ્લેખનીય છે કે આવક માટે પોસ્ટ વિભાગ રાષ્ટ્રીય બચત યોજનાઓ અને બચત પ્રમાણપત્રો પર વધુ ભાર મૂકી રહ્યું છે. FY17માં આવકનો 60% હિસ્સો બચત યોજનાઓમાંથી આવ્યો હતો.

READ ALSO

Related posts

ચોથા તબક્કામાં 23 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુનાની ફરિયાદો, પાર્ટીઓને શું નથી મળતા ઉમેદવારો?

Path Shah

અક્ષય કુમાર પાસે પીએમ મોદીએ કર્યા અનેક સ્ફોટક ખુલાસાઓ, નહીં વાંચો તો ચૂકશો તક

Riyaz Parmar

હવામાન ખાતાએ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, આ તારીખોમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચશ

Riyaz Parmar