કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આગામી એકાદ વર્ષમાં SBI સહિત છ મોટી બેંકોની ભાગીદારી 51 ટકા પર લાવવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું હતું. રિઝર્વ બેંકે કેન્દ્રને એવી સલાહ આપી હતી કે આવતા 12થી 18 માસમાં બેંકોની ભાગીદારી વેચી દેવી જોઇએ. આ સલાહના પગલે કેન્દ્ર સરકાર આગામી એેકાદ વર્ષમાં બેંકોની ભાગીદારી વેચી દેવાની તૈયારી કરી રહી હતી. મૂડી રોકાણ વધારવાની પ્રક્રિયાને વેગવાન બનાવવા મોદી સરકાર આ દિશામાં તત્કાળ પગલું લે એવી શક્યતા હતી.
છ બેંકોમાં સરકારી ભાગીદારી ઓછી કરવાથી કેન્દ્ર સરકારને મળશે 43,000 કરોડ

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઑફ બરોડા, કેનેરા બેંક, યુનિયન બેંક ઑફ ઇન્ડિયા અને બેંક ઑફ ઇન્ડિયાને આ પગલા માટે પસંદ કરવામાં આવી હતી. છ બેંકોમાં સરકારી ભાગીદારી ઓછી કરવાથી કેન્દ્ર સરકારને 43,000 કરોડ જેવી માતબર રકમ મળી શકે છે. એટલે રિઝર્વ બેંકના સૂચનને કેન્દ્ર સરકારે સકારાત્મક અર્થમાં સ્વીકારી લીધું હતું. જે છ બેંકોનું ખાનગીકરણ કરવાનું છે એ બેંકોનો આ પગલામાં સમાવેશ થતો નથી. જુલાઇમાં એવા અહેવાલો હતા કે સરકાર છ બેંકોનું પ્રાઇવેટાઇઝેશન કરશે. એવી બેંકોમાં સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા, બેંક ઑફ ઇન્ડિયા, ઇંડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક, બેંક ઑફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિંધ બેંકનો સમાવેશ થયો હતો. એ છ બેંકોના ખાનગીકરણને મૂડી રોકાણના હવે લેવાનારા પગલાં સાથે કશો સંબંધ નથી એવું સરકારી પ્રવક્તાએ કહ્યું હતું.
માત્ર ચાર કે પાંચ સરકારી બેંકો ચલાવવાના મૂડમાં મોદી સરકાર

એક અહેવાલ મુજબ મોદી સરકાર હવે દેશમાં માત્ર ચાર કે પાંચ સરકારી બેંકો ચલાવવાના મૂડમાં છે. જે બેંકોની ભાગીદારી ઘટશે એનું સંચાલન પ્રાઇવેટ કંપનીઓ કરશે. અત્યાર અગાઉ રિઝર્વ બેંક સહિત બીજી કેટલીક નાણાંકીય સંસ્થાઓએ પણ દેશમાં પાંચેક સરકારી બેંકો રાખવાનું સૂચન કર્યું હતું. આ પગલા અંગે એક સરકારી પ્રવક્તાએ પોતાની ઓળખ છૂપાવીને કહ્યું કે હવે બેંકોનું વિલીનીકરણ નહી થાય. એને બદલે સરકાર બેંકોમાં પોતાની ભાગીદારી ઘટાડી નાખશે. આ વર્ષના એપ્રિલમાં સરકારે 10 બેંકોને વિલીન કરીને ચાર બેંક બનાવી નાખી હતી. હાલ દેશમાં 12 સરકારી બેંક છે. ત્રણ વર્ષ પહેલાં 2017માં દેશમાં 27 બેંક હતી.
Read Also
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો