અરૂણાચલ પ્રદેશની ચીન સરહદે ભારતની સૈન્ય તાકાતમાં વધારો થવાનો છે. ભારત અરૂણાચલ પ્રદેશના પૂર્વ વિસ્તારમાં અમેરિકાની એમ-777 તોપને તૈનાત કરશે. ભારતે અમેરિકા સાથે 145 જેટલી એમ-777 તોપ ખરીદવાનો કરાર કર્યો છે. જેમાથી 25 તોપ ભારતને મળવાની છે. જ્યારે બાકીની 120 જેટલી તોપનુ એસેમ્બલ ભારતમાં મહિન્દ્રા દ્વારા કરવામાં આવશે.

અરૂણાચલ પ્રદેશમાં આર્ટિલરી રેજિમેન્ટને એમ-777 ઓપરેટ કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સૈન્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે ભારતીય સેનામાં એમ-777 સામેલ થતાની સાથે સેનાની તાકાતમાં વધારો થવાનો છે. આ તમામ તોપને ડિસેમ્બર સુધીમાં તૈનાત કરી દેવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે અરૂણાચલ પ્રદેશના તવાંગ, કામેંગ અન વાલોંગમાં આ તોપ દેશની રક્ષા કરશે. બોર્ડર પર બોફોર્સને સડક માર્ગે લઈ જવામાં સેનાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે એમ-777 તોપને અરૂણાચલ પ્રદેશના દુર્ગમ વિસ્તારમાં સરળતાથી લઈ જઈ શકાય છે.
Read Also
- ડેટા કલેક્શન પર યુઝર્સને ગેરમાર્ગે દોરવા બદલ Googleને મોટો ફટકો, ઓસ્ટ્રેલિયન કોર્ટે રૂ. 340 કરોડનો દંડ ફટકાર્યો
- અમદાવાદમાં પ્રોપર્ટીટેકસની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકાશે, 15 દિવસમાં થઇ જશે અરજીનો નિકાલ
- રાહત/ ફુગાવો ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ, જુલાઈમાં છૂટક મોંઘવારી દર ઘટીને 6.71% થયો
- જળબંબાકાર/ મુંબઈમાં અતિવૃષ્ટિથી ભારે ખાનાખરાબી, રાજ્યમાં આવતા ચાર દિવસ ભારે વરસાદ વરસે તેવો વરતારો
- વધુ એક ફલાઇટમાં ખામી સર્જાઈ/ એલાર્મ વાગ્યા બાદ કોઈમ્બતુરમાં Go First ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, બધા મુસાફરો સુરક્ષિત