GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

પાકિસ્તાનને ધૂળ ચટાડી દેનાર Spice-2000 ખરીદવાની તૈયારીમાં ભારત, ચીનને નાની યાદ અપાવશે

થોડા દિવસ પહેલા ગલવાન ખીણમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે થયેલા લોહિયાળ અથડામણ બાદ સીમાએ સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે હવે ત્રણેય સેનાને રૂપિયા ફાળવીને સરકારે આધુનિક હથિયાર ખરીદવાની છુટ આપી દીધી છે.

સેના ખરીદશે આ સશસ્ત્ર

જમીન પરના ટાર્ગેટ પર પોતાની મારક ક્ષમતા મજબૂત બનાવવા માટે ભારત વધુ સંખ્યામાં સ્પાઇસ-2000 બોમ્બ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. સ્પાઇસ-2000 બોમ્બનો ઉપયોગ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં પુલવામા હુમલા બાદ બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ કર્યો હતો. ભારત હવાથી જમીનમાં નિશાન સાધતા આ બોમ્બના એડવાન્સ્ડ વર્જન ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. ચીન સામે ચાલી રહેલા સરહદી વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાની ત્રણેય પાંખને ઇમરજન્સી પાવર હેઠળ 500-500 કરોડ રૂપિયા આપ્યા છે.

બંકરને પણ ઉડાવી દેવામાં છે સક્ષમ આ બોમ્બ

આ રકમથી સેનાઓને હથિયાર ખરીદવાની છૂટ છે. એક સરકારી સૂત્રએ જણાવ્યુ કે ઇન્ડિયન એરફોર્સ પાસે પહેલા સ્પાઇસ-2000 બોમ્બ છે. હવે સેના આ રીતના વધુ એડવાન્સ્ડ બોમ્બ મેળવવાની તૈયારી કરી રહી છે. સ્પાઇસ-2000 બોમ્બ આશરે 70 કિલોમીટરના અંતર સુધી ટાર્ગેટને નિશાન બનાવી શકે છે. નવા વર્જન બાદ આ બોમ્બ મજબૂત બંકરોને પણ ઉડાવવામાં સક્ષમ હશે. મહત્વપૂર્ણ છે કે ભારતીય સેનાને 2016માં ઉરી હુમલા બાદ પણ આ રીતના ઇમરજન્સી પાવર હેઠળ ફંડ આપવામાં આવ્યુ હતું.

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!