GSTV
Home » News » સૌથી ઉંચા સ્તર પર પહોંચી પેટ્રોલ અને ડીઝલની કિંમતો, અા ચીજવસ્તુઅો થશે મોંઘી

સૌથી ઉંચા સ્તર પર પહોંચી પેટ્રોલ અને ડીઝલની કિંમતો, અા ચીજવસ્તુઅો થશે મોંઘી

અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તર પર પહોંચેલી પેટ્રોલ અને ડીઝલની કિંમતોને કારણે મોંઘવારીનો માર વધુ આકરો બને તેવી શક્યતા છે. ડીઝલની કિંમતોમાં ફરી એકવાર વધારો થયો છે. તેની સાથે સતત દશમા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો નોંધાયો છે. મોંઘવારી સામે ઝઝૂમી રહેલા આમ આદમી માટે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભાવવધારો તેમના ખિસ્સા વધુ ઢીલા કરી રહ્યો છે. મંગળવારે રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 16 પૈસા અને ડીઝલની કિંમતમાં 19 પૈસાનો વધારો નોંધાયો છે. દિલ્હીમાં હવે પેટ્રોલ 79.31 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલ 71.34 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે વેચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલ 86.72 રૂપિયા અને ડીઝલ 75.74 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે વેચાઈ રહ્યું છે. જ્યારે ચેન્નઈમાં પેટ્રોલ 82.41 રૂપિયા અને ડીઝલ 75.39 રૂપિયા પ્રતિ લિટરની કિંમત ધરાવે છે. તો કોલકત્તામાં પેટ્રોલ 82.22 રૂપિયા અને ડીઝલ 74.19 રૂપિયા પ્રતિ લિટરની કિંમત ધરાવે છે. મહત્વપૂર્ણ છે કે ડીઝલની કિંમતોમાં વધારાને કારણે મોંઘવારી વધે તેવી શક્યતા છે. કારણ ખાદ્ય અને ખેતપેદાશોના પરિવહનમાં ઉપયોગમાં લેવાતા વાહનોમાં ડીઝલનો ઉપયોગ થાય છે. ડીઝલની કિંમત વધતા આવી જીવન જરૂરિયાતની વસ્તુઓના પરિવહનમાં વપરાતા વાહનોની કિંમતોમાં પણ વધારો થશે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં ભાવ
અમદાવાદમાં પેટ્રોલ રૂ.78.31, ડીઝલ રૂ.76.35 પ્રતિલિટરે પહોંચી છે. રાજકોટમાં પેટ્રોલ રૂ.78.94, ડીઝલ રૂ.76.98 પ્રતિલિટરે પહોંચ્યા છે. સુરતમાં પેટ્રોલ રૂ.78.78, ડીઝલ રૂ.76.84 વડોદરામાં પેટ્રોલ રૂ.77.99, ડીઝલ રૂ. 76.03, જૂનાગઢમાં પેટ્રોલ રૂ.79.09, ડીઝલ રૂ.77.73, જામનગરમાં પેટ્રોલ રૂ.78.37, ડીઝલ રૂ.76.40, ભાવનગરમાં પેટ્રોલ રૂ.79.41, ડીઝલ રૂ.77.44 પર ભાવ પહોંચ્યા છે. ભાવમાં સતત ભડકો થતા દેશભરની જનતા પર તેની અસર પડી રહી છે. આવનારા દિવસો પર મોંઘવારી માઝા મૂકતા, પ્રજાની કમર તૂટી જવાની છે.

દેશના મુખ્ય શહેરોમાં ભાવ

મંગળવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની ભાવમાં 16 પૈસાનો વધારો થયો તો ડિઝલમાં 19 પૈસાનો વધારો જોવા મળ્યો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 79.31 પ્રતિલિટર તો ડિઝલની કિંમત 71.34 પ્રતિલિટરે પહોંચી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 86.72 પ્રતિલિટર તો ડિઝલની કિંમત 75.74 પ્રતિલિટરે પહોંચી છે. ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 82.41 પ્રતિલિટર તો ડિઝલની કિંમત 75.39 પ્રતિલિટરે પહોંચી છે. તો કોલકત્તામાં પેટ્રોલની કિંમત 82.22 પ્રતિલિટર તો ડિઝલની કિંમત 74.19 પ્રતિલિટરે પહોંચી છે. જો ટ્રાન્સપોર્ટના ભાવ વધશે તો શાકભાજી, દાળ, ફળો જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં પણ વધારો થશે. આંતરરાષ્ટ્રીય સ્તરે સતત વધતા ઓઈલના ભાવો વધતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે.

Related posts

ફરી સત્તામાં આવ્યા બાદ મોદીના સાત વિદેશ પ્રવાસ, નવ દેશોની મુલાકાત અને 14 મહાનુભવો ભારત પધાર્યા

Mayur

ગિરના સિંહોના વર્તનમાં માતબર પરિવર્તન, ઉંમર પણ વધી અને બચ્ચાઓને જન્મ આપવાની સંખ્યા પણ વધી

Mayur

અમેરિકાએ ભારતની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ડીલને મંજૂરી આપી, ટ્રમ્પની જાહેરાતથી ચીન અને પાકિસ્તાનની ઉંઘ ઉડી ગઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!