GSTV
India News Trending

રફાલની ગર્જનાથી રાતે ધણધણી ઉઠે લદાખનું આકાશ, આ કારણથી LAC નજીક ભારત હજુ નથી ઉડાવી રહ્યું આ ફાયટર જેટ

લદ્દાખમાં વાસ્તવિક અંકૂશ રેખાની આજુબાજુ ફ્રાન્સથી રફાલ ફાઇટર જેટની ભારતીય વાયુસેનાના પાઇલટ્સ રાત્રે પહાડી વિસ્તારમાં ઉડાન ભરવાની કવાયત કરી રહ્યા છે.એક અહેવાલ પ્રમાણે પહાડી ક્ષેત્રમાં કોઈ પણ જાતના સંભવિત યુદ્ધની તૈયારી માટે વાયુ સેનાના પાયલોટ હિમાચલ પ્રેદશમાં રાફેલ જેટ સાથે ટ્રેઈનિંગ મેળવી રહ્યા છે.

લદાખ સેક્ટરમાં 1,597 કિલોમીટર લાંબી એક્યુઅલ કંટ્રોલ લાઈન પર પરિસ્થિતિ વણસે તો પાઇલટ્સ કોઈપણ કાર્યવાહી માટે તૈયાર રહે. ભારત સરકારે ફ્રેન્ચ કંપની ડસોલ્ટ એવિએશન પાસેથી 36 રાફેલ ફાઇટર જેટ ખરીદવા માટે કરાર કર્યો છે. મોદી સરકારે કરેલા કરારની કથિત કિંમત અનુસાર એક વિમાનની કિંમત 1600 કરોડ રૂપિયા થાય છે. જે મનમોહન સરકારે રૂ.600 કરોડમાં ખરીદવાનું અને તે વિમાન કાયમને માટે ભારતમાં બને એવા કરારો કર્યા હતા. આ ડીલ અંતર્ગત પ્રથમ તબક્કામાં ભારતીય વાયુસેનાને 5 રાફેલ વિમાન મળ્યા છે જે 29 જુલાઈએ અંબાલા પહોંચ્યા હતા. કુલ કિંમત 57,600 કરોડ રૂપિયા છે. વિશ્વમાં આ મોંઘો સોદો માનવામાં આવે છે.

મોંઘા રાફેલ લડાકુ વિમાનોને પર્વત વિસ્તારમાં પ્રેક્ટિસ કરી રહેલા એલએસીથી દૂર રાખવામાં આવી રહ્યા છે. ચીનના કબજા હેઠળના અક્સાઇ ચીનમાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના રડાર તેને જોઈ ન જાય. ચાઇનીઝ આર્મી (પીએલએ) એ સ્પષ્ટ ઇલેક્ટ્રોનિક લાઇનની દૃષ્ટિથી અક્સાઇ ચિન વિસ્તારમાં પર્વતની ટોચ પર તેના ઇલેક્ટ્રોનિક ગુપ્તચર રડારને તૈનાત કરી દીધી છે, પરંતુ યુદ્ધ દરમિયાન રાફેલ બીજા આવર્તન પર કામ કરી શકે છે. ચાઇનાએ વિમાનને પકડવા માટે ગોઠવેલ રડાર્સ સારા છે કારણ કે તે યુએસ એરફોર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

રાફેલ વિમાનોમાં Meteor અને Scalp missile લાગેલી છે. તે એર ટુ એર મિસાઈલ, વિજ્યુઅલ રેન્જ જેવી શક્તિથી સજ્જ હશે. તેનો મતલબ કે પાયલોટ વિઝ્યુઅલ રેન્જની બહાર પણ દુશ્મનના ઠેકાણા અને વિમાન પર હુમલો કરવા સક્ષમ હશે. 

Related posts

ડેટા કલેક્શન પર યુઝર્સને ગેરમાર્ગે દોરવા બદલ Googleને મોટો ફટકો, ઓસ્ટ્રેલિયન કોર્ટે રૂ. 340 કરોડનો દંડ ફટકાર્યો

Binas Saiyed

અમદાવાદમાં પ્રોપર્ટીટેકસની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકાશે, 15 દિવસમાં થઇ જશે અરજીનો નિકાલ

Damini Patel

જળબંબાકાર/ મુંબઈમાં અતિવૃષ્ટિથી ભારે ખાનાખરાબી, રાજ્યમાં આવતા ચાર દિવસ ભારે વરસાદ વરસે તેવો વરતારો

Damini Patel
GSTV