GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

આ ભારતીય બિઝનેસમેને વધારી ચીનની ટેન્શન, આપ્યો 3000 કરોડનો ભારે ભરખમ ઝાટકો

અમેરિકા

ભારત અને ચીનની વચ્ચે ગલવાન ઘાટીમાં છેડાયેલી જંગ ચીનને ખૂબ મોંઘી પડવાની છે. #BoycottChinaનું અભિયાન હવે રંગ લાવી રહ્યું છે. દેશના મોટા મોટા બિઝનેસમેન પણ આ મુહિમ સાથે જોડાવવા લાગ્યા છે. જણાવી દઈએ કે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપાર કરનાર કંપની JSW ગ્રુપની સીમા પર તણાવ વચ્ચે 40 કરોડ ડોલર એટલે કે લગભગ 3000 કરોડની આવકને આવતા 24 મહિનામાં ખતમ કરવાનો નિર્ણય કર્યો છે.

મેનેજીંગ ડાયરેક્ટરે ટ્વીટ કરીને આપી જાણકારી

ગ્રુપના સહયોગી એકમો JSW સીમેન્ટના મેનેજીંગ ડાયરેક્ટર પાર્થ જીંદલે જણાવ્યું કે તેમણે ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલા હાલના ટકરાવના કારણે આ નિર્ણય લીધો છે. 14 અરબ ડોલરની કંપની JSW ગ્રુપનો માલિકીનો ભાગ પિતા સજ્જન જિંદલ પાસે છે આ ગ્રુપ ઈસ્પાત, ઉર્જા, સીમેન્ટ અને મૂળભૂત માળખા જેવા મુખ્ય ક્ષેત્રોમાં બિઝનેસ કરે છે.

ચીન

વાર્ષીક 40 કરોડ ડોલરની ચાઈનીઝ આયાત બંધ

પાર્થે એક ટ્વીટમાં કહ્યું કે JSW ગ્રુપ ચીનથી વાર્ષિક 40 કરોડ ડોલર આયાત કરે છે. હવે તેને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે #BoycottChinaની સાથે કહ્યું છે કે ચીનના સૈનિકો દ્વારા અમારા જવાનો પર કારણ વગર કરનામાં આવેલા હુમલાઓએ આંખો ખેલી નાખી છે અને હવે સ્પષ્ટ કાર્યવાહીની જરૂર છે. અમે ચીન પાસેથી વાર્ષિક 40 કરોડ ડોલરની આયાત કરીએ છીએ. અમે તેને આવતા 24 મહિનામાં શૂન્ય પર લાવવાનો સંકલ્પ લઈએ છીએ. કંપનીના એક અધિકારીને અનુમાન લગાવ્યુ કે કંપનીના સ્ટીલ અને ઉર્જી વ્યવસાય માટે 70-80 ટકા આયાત હોય છે જેમાં મશીનરી અને ઉપકરણોનો સમાવેશ થાય છે.

Read Also

Related posts

સાધુ અવતારમાં જોવા મળશે બોબી દેઓલ, આ વેબ સિરીઝથી કરશે ડિજિટલ ડેબ્યુ

Arohi

આ વખતની IPL પડકારરૂપ હશે, વિચારોની સ્પષ્ટતાની જરૂરી : રૈના

pratik shah

યાત્રાધામ શામળાજીમાં વરસાદી માહોલ જામ્યો, વિવિધ પાકોને મળ્યું જીવન દાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!