GSTV
Home » News » ભારત-પાકિસ્તાન વચ્ચે થઇ શકે છે 37 અબજ ડૉલરનો વ્યાપાર, આ બેંકે આપી માહિતી

ભારત-પાકિસ્તાન વચ્ચે થઇ શકે છે 37 અબજ ડૉલરનો વ્યાપાર, આ બેંકે આપી માહિતી

ભારત અને પાકિસ્તાનની વચ્ચે હાલમાં બે અબજ ડૉલરનો વ્યાપાર થાય છે, પરંતુ વિશ્વ બેંકનું માનીએ તો બંને દેશોમાં 37 અબજ ડૉલરના વ્યાપારની સંભાવના છે. વિશ્વ બેંક દ્વારા બુધવારે જાહેર કરાયેલી રિપોર્ટ ‘ગ્લાસ હાફ ફૂલ : પ્રોમિસ ઑફ રીઝનલ ટ્રેડ ઇન સાઉથ એશિયા’માં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે કુત્રિમ સમસ્યાઓ દૂર થવાથી બંને પાડોશી દેશો વચ્ચે વ્યાપાર વધીને 37 અબજ ડૉલર સુધી થઇ શકે છે.

દક્ષિણ એશિયાના દેશોમાં વધી રહ્યો છે સંપર્ક

ડૉન ઑનલાઇનની રિપોર્ટ મુજબ, વિશ્વ બેંકનું અનુમાન છે કે દક્ષિણ એશિયાની સાથે પાકિસ્તાનનો વ્યાપાર જે વર્તમાનમાં 5.1 અબજ ડૉલર છે, તે વધીને 39.7 અબજ ડૉલર સુધી થઇ શકે છે. ક્ષેત્રમાં વ્યાપારની અપેક્ષિત સંભાવનાઓનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે વિશ્વ બેંકે દરની અંદર અવાંચ્છિત સમસ્યાઓને દૂર કરવાનું સૂચન આપ્યું છે. બેંક મુજબ, દક્ષિણ એશિયામાં લોકોની વચ્ચે એકબીજાની સાથે સંપર્ક વધારીને રોડ અને વાયુમાર્ગમાં સંપર્ક સુધારવા અને વ્યાપારને ઉદાર બનાવવાની જરૂર છે.

ભારત-પાકિસ્તાનમાં વાયુમાર્ગ દ્વારા ઓછો છે સંપર્ક

રિપોર્ટના લેખક અને અગ્રણી અર્થશાસ્ત્રી સંજય કથુરિયાએ અહીં વિશ્વ બેંકના કાર્યાલયમાં મીડિયા સાથેની વાતચીત દરમ્યાન કહ્યું કે વિશ્વાસથી વ્યાપારને પ્રોત્સાહન મળે છે અને વ્યાપારથી ભરોસો, એકબીજા પર નિર્ભરતા અને શાંતિને વેગ મળે છે. કથુરિયાએ કહ્યું કે બંને દેશોએ પ્રથમ તબક્કામાં વિશિષ્ટ ઉત્પાદનોની સુવિધાની સાથે શરૂઆત કરવી જોઈએ. દક્ષિણ એશિયામાં મજબૂત સહયોગ માટે સંપર્કની મુખ્ય જરૂર જણાવતા કથુરિયાએ કહ્યું કે દક્ષિણ એશિયા, ખાસકરીને ભારતની સાથે પાકિસ્તાનનો વાયુમાર્ગથી સંપર્ક ખૂબ ઓછો છે.

ભારત અને અફઘાનિસ્તાન માટે પાકિસ્તાનથી અઠવાડિયામાં ફક્ત 6 ઉડાન છે, શ્રીલંકા અને બાંગ્લાદેશ માટે 10-10 અને નેપાળ માટે એક ઉડાન છે, જ્યારે માલદીવ અને ભૂટાન માટે કોઈ ઉડાન નથી. તો ભારતથી શ્રીલંકા માટે અઠવાડિયામાં 147, બાંગ્લાદેશ માટે 67, માલદીવ માટે 32, નેપાળ માટે 71, અફઘાનિસ્તાન માટે 22 અને ભૂટાન માટે 23 ઉડાન છે. પાકિસ્તાન માટે વિશ્વ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર ઇલાનગો પેટચામુથુએ કહ્યું કે દેશમાં વ્યાપારની ઘણી સંભાવના છે, જેનો ઉપયોગ થઇ રહ્યો નથી.

READ ALSO


Related posts

બંધ થવા જઈ રહી છે PNBની આ સર્વિસ, 30 એપ્રિલ સુધીમાં કરી લ્યો આ કામ

Path Shah

ભારત ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે તો મસૂદ અઝહર મુદે ટેકો આપીશું: જગત જમાદારની ભારતને દમદાટી

Riyaz Parmar

માત્ર એક તસ્વીરે વિસ્તારા એરલાઈન્સની હાલત બગાડી

Path Shah