GSTV
Home » News » મોબાઈલ ઈન્ટરનેટ ડાઉનલોડ સ્પીડમાં ભારત કરતા આગળ પાકિસ્તાન: રિપોર્ટ

મોબાઈલ ઈન્ટરનેટ ડાઉનલોડ સ્પીડમાં ભારત કરતા આગળ પાકિસ્તાન: રિપોર્ટ

પાકિસ્તાની મીડિયાના એક રિપોર્ટ ઉપરથી દાવો કરાઈ રહ્યો છેકે, મોબાઈલ ઈન્ટરનેટ ડાઉનલોડ સ્પીડ મામલામાં પાકિસ્તાને ભારતને પાછળ છોડ્યુ છે.

પાકિસ્તાની સમાચાર પત્ર ‘રોજનામા દુનિયા’ મુજબ, ઈન્ટરનેટ સ્પીડની મેપિંગ કરનારી સંસ્થા ઉકલાએ દુનિયામાં મોબાઈલ અને બ્રોડબેન્ડ સ્પીડ મામલામાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં 144 દેશોની મોબાઈલ ઈન્ટરનેટ ડાઉનલોડ સૂચીમાં ભારતનું સ્થાન 130મું છે જ્યારે પાકિસ્તાન આ રિપોર્ટ મુજબ 116માં સ્થાને છે. રિપોર્ટ મુજબ દુનિયામાં સૌથી સારી મોબાઈલ ઈન્ટરનેટ ડાઉનલોડ સ્પીડ દક્ષિણ કોરિયાની છે.

આ યાદીમાં 97.44 mbpsની સરેરાશથી મોબાઈલ ઈન્ટરનેટ ડાઉનલોડ સ્પીડની સાથે દક્ષિણ કોરિયા પહેલાં સ્થાન પર છે. 63.34 mbpsની સ્પીડની સાથે ઓસ્ટ્રેલિયા બીજા અને 61.27 mbps સ્પીડની સાથે કતાર ત્રીજા સ્થાન પર છે. રિપોર્ટ મુજબ, 61.24 mbpsની સ્પીડની સાથે સંયુક્ત અરબ અમીરાત ચોથા અને 60.90 mbpsની સરેરાશ સ્પીડની સાથે નોર્વે પાંચમા સ્થાન પર છે.

મોબાઈલ ઈન્ટરનેટ ડાઉનલોડ સ્પીડ મામલમાં 13.55 mbpsની સ્પીડની સાથે પાકિસ્તાન 116માં નંબર પર છે. રિપોર્ટ મુજબ, બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સ્પીડના મામલામાં 191.93 mbpsની સ્પીડ સાથે સિંગાપોર પહેલાં સ્થાને છે.

READ ALSO

Related posts

ડાયમંડ સીટી સુરતમાં ફરી એક વખત હત્યા, શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવી

Mayur

ઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા

Mayur

‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!