GSTV
Home » News » ઈસ્લામાબાદના ઉગ્ર વિરોધ પ્રદર્શનો માટે પાકિસ્તાને ભારત પર આરોપ લગાવ્યો

ઈસ્લામાબાદના ઉગ્ર વિરોધ પ્રદર્શનો માટે પાકિસ્તાને ભારત પર આરોપ લગાવ્યો

પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદમાં થઈ રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનોને લઈને ભારત પર પાડોશી દેશની સરકારે આરોપ લગાવ્યો છે.

પાકિસ્તાનના આંતરીક મામલાના પ્રધાન અહસાન ઈકબાલનો દાવો છે કે ઈસ્લામાબાદમાં દેખાવો કરી રહેલા કટ્ટરપંથી ધાર્મિક સમૂહો ભારતની સાથે સંપર્કમાં હતા અને હવે સરાકર આ વાતની પણ તપાસ કરી રહી છે કે શું આમ કરવામાં આવ્યું છે? મહત્વપૂર્ણ છે કે બે સપ્તાહથી વધુ સમયથી કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠનોના દેખાવકારો દ્વારા પાકિસ્તાનના કાયદા પ્રધાન ઝાહિદ હમીદના રાજીનામાની માગણી થઈ રહી છે. શનિવારે પરિસ્થિતિ ઘણી હદે વણસી  હતી.

સુરક્ષાદળોએ દેખાવકારોને હટાવવા માટે બળપ્રયોગ કર્યો હતો અને તેને કારણે ઘર્ષણ સર્જાયું હતું. આ ઘર્ષણોમાં 10 લોકોના મોત નીપજ્યા છે અને 250થી વધારે લોકો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ છે. દેખાવકારોએ છેલ્લા ઘણાં દિવસોથી ઈસ્લામાબાદ અને રાવલપિંડીને જોડતા હાઈવેને જામ કર્યો હતો. દેખાવકારો સામાન્ય લોકો લાગતા નથી અને તેમની પાશે ઘણાં સંસાધનો હતા.

જો કે શનિવારે રાત્રે સુરક્ષદળોએ કાર્યવાહી થંભાવી દીધી હતી અને ઈસ્લામાબાદમાં કાયદો-વ્યવસ્થાને સામાન્ય બનાવવા માટે સેનાને બોલાવવામાં આવી છે. જણાવવામાં આવે છે કે સેનાએ ઈસ્લામાબાદ ખાતે સંસદભવન, રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાન નિવાસ, વિદેશી દૂતાવાસો જેવા મહત્વના પ્રતિષ્ઠાનોની સુરક્ષા સંભાળી લીધી છે.

પાકિસ્તાનના પ્રધાનનું કહેવું છે કે આ લોકોએ સુરક્ષાદળો પર ટિયરગેસના સેલ છોડયા હતા. તેમણે દેખાવના નિરીક્ષણ કરી રહેલા કેમેરાના કેબલ પણ કાપી નાખ્યા હતા. ઈકબાલનું કહેવું છે કે દેખાવકારો સતત ભારતના સંપર્કમાં કેમ કરી રહ્યા હતા. આ દેખાવકારો પાસે આંતરીક જાણકારી અને સંસાધનો છે. તેનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ થઈ રહ્યો છે.

મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનના ધડ-માથા વગરના આરોપો પર ભારત સરકારે સત્તાવાર કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ અધિકારીઓએ આને પાકિસ્તાનની છીછરી હરકત ગણાવી છે. તેમણે ક્હયુ છે કે પાકિસ્તાને ભારત પર હસ્યાસ્પદ આરોપો લગાવવાના સ્થાને પોતાની જમીન પર સક્રિય આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.

 

Related posts

પતિને ઉંઘની ગોળીઓ આપીને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી પત્ની, અચાનક પતિને આવ્યો હોશ અને…

Bansari

સાપની પપ્પી લેવી આ શખ્સને ભારે પડી, સાપ મોઢા પાસે આવ્યો અને…

Bansari

TVની આ સંસ્કારી બહુનો બોલ્ડ અવતાર જોતા રહી જશો , ઇન્ટરનેટ પર સનસની મચાવી રહ્યો છે એક્ટ્રેસનો કાતિલ અંદાજ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!