GSTV
Home » News » ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય વાટાઘાટોની સંભાવનાના કોઈ આસાર નહીં

ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય વાટાઘાટોની સંભાવનાના કોઈ આસાર નહીં

પાકિસ્તાન સાથે રાજકીય વાટાઘાટોના હાલ કોઈ આસાર જોવા મળતા નથી. પાકિસ્તાનમાં બદલાયેલા રાજકીય ઘટનાક્રમ અને વાતચીતને લઈને વ્યક્ત કરવામાં આવેલી ઈચ્છા છતાં કૂટનીતિક બાબતોના જાણકારો મુજબ લોકસભાની ચૂંટણી પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય વાટાઘાટોની સંભાવના નથી. જાણકારોનું કહેવું છે કે સરહદે શાંતિ અને સકારાત્મક માહોલ બનાવવા માટે પડદા પાછળની કૂટનીતિક કોશિશો ચાલુ રહેવાની શક્યતા છે. પરંતુ સંપૂર્ણ વાટાઘાટોની પ્રક્રિયાને લઈને કોઈપણ દિશા ભારતમાં લોકસભાની ચૂંટમી બાદ જ શક્ય બને તેવી શક્યતા છે. સૂત્રો મુજબ. સમગ્ર વાતચીત પહેલા બંને દેશો વચ્ચે નિર્ધારીત ફોર્મ્યુલા હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની વાટાઘાટોને પુનર્જિવિત કરવાની કોશિશો થવાની શક્યતા છે. પાકિસ્તાનમાં નવી સરકાર બનતા પહેલા ગુપચુપ રીતે ભારત અને પાકિસ્તાનના એનએસએ વચ્ચે સંપર્ક થયો હતો.

સૂત્રો મુજબ એનએસએ સ્તર પર વાતચીતનું તંત્ર બનેલું છે. સૂત્રો મુજબ આતંકવાદના મુદ્દે ભારત પાકિસ્તાન સાથેની વિવિધ સ્તરની વાતચીતમાં નક્કર કાર્યવાહી કરવાનો રાજદ્વારી મેસેજ આપે તેવું નિશ્ચિત છે. સિંધુ જળ સમજૂતી પર બંને દેશો વચ્ચે લાહોરમાં પ્રસ્તાવિત વાતચીતને સૂત્ર ભારતના વલણમાં કોઈપણ પ્રકારની નરમાશ સાથે જોડીને જોઈ રહ્યા નથી. સૂત્રોનું કહેવું છે કે ગત વર્ષ માર્ચમાં પણ બંને દેશો વચ્ચે સિંધુ જળ સમજૂતીને લઈને દિલ્હીમાં વાતચીત થઈ હતી. આ બેઠક આંતરરાષ્ટ્રીય સંધિના તકનીકી ફરજિયાતપણાને લઈને થઈ છે. ભૂતપૂર્વ રાજદૂત એન.એન.ઝાનું કહેવું છે કે રાજકીય સ્તર પર કોઈપણ વાતચીત પાકિસ્તાનના વલણને જોઈને પાડોશી દેશની આંતરિક રાજકીય ઘટનાક્રમોના આધારે નક્કી થશે. કૂટનીતિક જાણકાર આગાહ કરી ચુક્યા છે કે ભારતને વાતચીતને લઈને કોઈપણ પ્રકારની ઉતાવળ દર્શાવવાની જરૂરિયાત નથી.

 

Related posts

વાયુ સેનાનું દિલધડક રેસક્યૂ, તાવી નદીમાં ફસાયેલા બે લોકોને ‘દેવદૂત’ બની બચાવ્યાં

Mayur

શૂટિંગ ચેમ્પિયનશીપ: પૂર્વ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડના દિકરા માનવાદિત્યએ જીત્યાં 4 મેડલ

Bansari

દર મહિને કરવા માંગો છો કમાણી, તો પોસ્ટ ઓફિલની આ સ્કીમમાં લગાવો પૈસા, ફાયદાનું છે રોકાણ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!