GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

કચ્છ સહિત બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં સજ્જડ બંદોબસ્ત, સેનાની બાજ નજર

આપણું ગુજરાત દુશ્મન દેશ પાકિસ્તાન સાથે જળસીમાની સાથે સાથે જમીની સીમાથી પણ જોડાયેલુ છે. જેથી ગુજરાતના સરહદીય વિસ્તારમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કચ્છ અને બનાસકાંઠાની જમીની સરહદથી પાકિસ્તાન જોડાયેલુ છે. જેથી બનાસકાંઠાના સરહદી વાવ, સુઇગામ વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ ફરમાવાયો છે. નડાબેટ ખાતે ટુરિઝમ અને ઝીરો પોઇન્ટની રસ્તાની કામગીરી અટકાવી દેવાઈ છે. પ્રવાસીઓ માટે સીમાદર્શન પણ બંધ કરી દેવાયું છે.

સરહદી વાવ, સુઇગામ વિસ્તારમાં પોલીસ, સીમા સુરક્ષા દળ અને ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની છે. પાકિસ્તાનની સરહદ પરની ગતિવિધિઓ પર સેના બાજ નજર રાખી રહી છે. નોટિફાઇડ એરિયા એવા વાવ, સુઇગામ તાલુકામાં પણ પોલીસ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી રહી છે.તો કચ્છના ભૂજમાં સેનાએ હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. સરહદી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ કે શંકાસ્પદ ગતિવિધિ કે બિનવારસી વસ્તુ મળી આવે તો હેલ્પલાઈન પર જાણ કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

રહદી કોસ્ટલ વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. LCB, SOG અને મરીન પોલીસ સહિતની પોલીસની વિવિધ ટીમો ચેકિંગ કરીને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી રહી છે. બૉમ્બ સ્કવોડ , ડોગ સ્કોડ સહિતની ટીમો પણ ચેકીંગમાં જોડાઈ છે.. ખાસ કરીને જુના કંડલા, નવા કંડલા, મીઠાપોર્ટ, સિરવા અને બન્ના વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.. ખાસ કરીને લખપતમાં રડાર એક્ટિવ કરવામાં આવ્યા છે. આ સાથે બોર્ડર પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.

કચ્છની તમામ સીમા ચોકીઓ પર જવાનોએ પહેરો વધુ મજબુત બનાવ્યો છે. આ સાથે પ્રવાસીઓ અને વાહનોનું ચેકીંગ કરાઇ રહ્યુ છે. ખાવડા, વિગાકોટ, હરામીનાળા, સિરક્રિક, કોરીક્રિક, લખપત, જેવા સરહદી વિસ્તારમાં બી.એસ.એફ એ સુરક્ષામાં વધારો કરી દીધો છે. તો કંડલા પોર્ટ, મુન્દ્રા પોર્ટ, માંડવી બંદર, જખૌ બંદર જેવા દરિયાઈ વિસ્તાર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

READ ALSO

Related posts

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel

કુલભૂષણ જાધવ મામલે ભ્રમ ફેલાવી રહ્યુ છે પાકિસ્તાન, વિદેશ મંત્રાલયે કહ્યું અમે તેની વાપસી માટે તમામ પ્રયાસો કરીશું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!