શૂટિંગમાં ભારત-પાક. આમને સામને, સૌરભે કહ્યું:- મજા આવશે

પાડોશી દેશ પાકિસ્તાન સાથેના રાજકીય ખેંચતાણના લીધે બંને દેશો રમતના ક્ષેત્રમાં પણ એકબીજા સામે રમી શકતા નથી. પરંતુ કેટલીક આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સને કારણે જ્યારે બંને દેશો એકબીજા સામે રમે છે, ત્યારે વાતાવરણ આપોઆપર અનુરૂપ બની જાય છે. જોકે, અર્જેન્ટીના બ્યુનોસ એરેસમાં વાત તો ત્યારે જ બની હતી અહીં ભારત અને પાકિસ્તાન યુથ ઓલમ્પિક ગેમ્સમાં એક જ ટીમ માટે રમ્યાં.

યુથ ઓલિમ્પિકના આયોજકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે શુંટિગને પ્રોત્સાહન આપવાના વિશેષ હેતુ સાથે આ રમતનું ફોર્મેટ તૈયાર કર્યું હતું. જે ખેલાડી (પુરુષો અને સ્ત્રીઓ) શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો તે ખેલાડી સાથે વિરુદ્ધ ટીમની 20માં નંબર સાથે જોડી બનાવવાની હતી. 10 મીટર મેન્સ એર પિસ્તોલમાં પુરૂષમાં સૌરભ પ્રથમ નંબર પર હતો. અને મહિલામાં પિસ્તોલની ગેમમાં પાકિસ્તાનની નુબાયરા બાબર 20માં સ્થાન પર હતી. માટે બંને આમનેસામને આવ્યાં.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે તેમનો અનુભવ શેર કરતાં સૌરભે કહ્યું કે જ્યારે આ મૂકાબલો થયો ત્યારે ખૂબ જ આનંદદાયક ક્ષણ હતી. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય સંબંધો રમતોમાં અવરોધિત ન થવા જોઈએ.

મેરઠના એક શૂટરે કહ્યું હતું કે, “હું રમતના આ ફોર્મેટથી ખૂબ આનંદિત છું કે જેમાં હું બીજા દેશમાં અજ્ઞાત પ્લેયર સાથે રમવા મળે છે.”

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter