GSTV
Gujarat Government Advertisement

IND vs AUS: ત્રીજી ટી-20માં ભારતની બે ભૂલે 60 રન આપી દીધા અને પરાજય નોતર્યો

60

Last Updated on December 9, 2020 by Bansari

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટી20 ક્રિકેટ મેચમાં ભારતને મજબૂત શરૂઆત મળી ગઈ હતી જ્યારે વોશિંગ્ટન સુંદરના બોલે ઓસ્ટ્રેલિયન ઓપનર અને કેપ્ટન એરોન ફિંચ શૂન્ય પર જ આઉટ થઈ હતો. ત્યાર બાદ મેથ્યુ વેડ અને સ્ટિવ સ્મિથ વચ્ચે લાંબી ભાગીદારી ચાલી હતી.
ભારતે આ મેચમાં બે ભૂલ કરી હતી જેને કારણે તેણે 60 રન આપી દીધા હતા. પહેલી ભૂલ તો મેથ્યુ વેડ 50 રન પર રમી રહ્યો હતો ત્યારે નટરાજનની બોલિંગમાં તે લેગબિફોર હતો પરંતુ ભારતે રિવ્યૂ લેવામાં વિલંબ કર્યો હતો. નિર્ધારિત 15 સેકન્ડનો સમય વીતી ગયો અને વેડ બેટિંગ કરતો રહ્યો. એ વખતે વેડ 50 રન પર હતો અને અંતે તેણે 80 રન ફટકારી દીધા હતા.

60

ભારતને આ ભૂલો ભારે પડી

આવી જ રીતે ગ્લેન મેક્સવેલ 22 રન પર રમી રહ્યો હતો ત્યારે પેડલ સ્વિપ રમવાના પ્રયાસમાં તેણે બોલ હવામાં ઉછાળી દીધો અને વિકેટકીપર રાહુલે કેચ ઝડપી લીધો. પેવેલિયનમાં પરત ફરી રહેલા મેક્સવેલને અમ્પાયરે રોકયો કેમ કે ખબર પડી કે તે નો બોલ હતો. ત્યાર બાદ પણ તેના બે કેચ છૂટ્યા હતા. અંતે તેણે 54 રન ફટકારી દીધા. આમ ઓસ્ટ્રેલિયાએ 186 રનનો સ્કોર રજૂ કરી દીધો હતો.
ભારત આ મેચમાં 12 રનથી હારી ગયું હતું. વેડ અને મેક્સવેલને તેમનો સ્કોર આગળ વધારવાની તક મળી અને તેમની ટીમના કુલ સ્કોરમાં 60 રન ઉમેરાઈ ગયા જે ભારતને ભારે પડી ગયા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!