GSTV

એંડરસનની બોલિંગથી ખુબ જ પ્રભાવિત થયો આ ભારતીય પેસર

Last Updated on August 29, 2018 by Bansari

ભારતનો સિનિયર પેસ બોલર મોહમ્મ્દ શમીએ વાતનો એકરાર કર્યો હતો કે વિરોધી ટીમનાં લિજેંડ બોલર જેમ્સ એંડરસનથી ખુબ જ પ્રભાવિત થયો છે અને તેને જોઈને તે શીખ્યો છે. ચોથી ટેસ્ટ અગાઉ તેણે કહ્યુ હતુ કે જ્યારે તમે સિનિયર બોલરને જુઓ છો ત્યારે તમને લાગે છે કે તેનાંમાં ઘણુ શીખવાં જેવું છે.

ખાસ કરીને જે રીતે પેસનો ઉપયોગ કર્યા વગર પણ બેટ્સમેનને જે રીતે મુંઝવી શકે છે અને વિકેટ્સ લઈ શકે છે તે જોવું રસપ્રદ બની શકે તેમ છે. હું તેનાં માથી નિરિક્ષણ કરીને ઘણું શીખ્યો છુ. ભારતીય બોલિંગ અટેક આશ્ચર્ય જનક રીતે ખુબ જ સારુ પ્રદર્શન કરી રહ્યુ છે. અને 3 ટેસ્ટમાં 46 વિકેટ પૈકી 38 વિકેટ તેણે મેળવી છે.

તે અંગે તે કહે છે કે અમારુ બોલિંગ યુનિટ ખુબ જ સક્ષમ છે અને તે દરેક પ્રકારની ડિલિવરી કરી શકે છે. તે અંગે બોલતાં શમી કહે છે કે ઘણાં લોકો કેપ્ટન કોહલીની ચોક એંડ ચીપ્સની પોલિસીની ટીકા કરી રહયા છે પણ અમારા માટે તે ઘણું લાભદાયી બન્યુ છે તેનાંથી દરેક બોલરને રિક્વરી માટે પુરતો સમય મળે છે. અશ્વિનનાં રમવાં સામે પ્રશ્નાર્થ સામે તે કહે છે કે એક સ્પિનરને તો ટીમમાં સમાવવો જ જોઈએ અને તે જોતાં 5 પેસ બોલરથી રમવું જરુરી નથી.

Related posts

ધડાકો/ રોહિત શર્માને વાઇસ કેપ્ટન પદેથી હટાવવાની પ્લાનિંગ કરી રહ્યો હતો વિરાટ કોહલી, થયો આ ચોંકવાનારો ખુલાસો

Bansari

વિરાટ કોહલીના નિર્ણય પર બોલ્યા BCCI સચિવ જય શાહ, 6 મહિનાથી ચાલી રહી હતી નેતૃત્વને લઈને ચર્ચા

Pritesh Mehta

ક્રિકેટજગત / કરોડો રૂપિયાના આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે ભારતીય ટીમનો આ યુવા ખેલાડી, જીવે છે લકઝરી લાઈફ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!