GSTV

ભારત આવે પહેલાં ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો : આ રાહત કરી દેશે બંધ

Last Updated on February 12, 2020 by Karan

ભારત વિકસિત દેશ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેજેંટેટિવ્સ દ્વારા ભારતને એક વિકસિત દેશ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. આમ હવે અમેરિકા તરફથી વિકાસશીલ દેશોને મળતી રાહત ભારતને નહીં મળે. અમેરિકાની જનરલાઈઝ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ યોજના (GSP) હેઠળ વિકાસશીલ દેશોને આ લાભ આપવામાં આવતો હતો. જીએસપી અમેરિકાની સૌથી જૂની વ્યાપાર યોજના છે. જ્યારે તમામ લાભો બંધ કરવામાં આવે છે ત્યારે આ યોજના હેઠળ ભારતીય નિકાસકારોને ટેરિફ ફ્રી ઍક્સેસ ઓફર આપવામાં આવે છે.

યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેજેંટેટિવ્સ આર્થિક વિકાસના સ્તરને નિર્ધારિત કરવા માટે દેશની કુલ માથાદીઠ રાષ્ટ્રીય આવક અને વિશ્વ વેપારનો હિસ્સો ધ્યાનમાં લે છે. વિકાસશીલ દેશોનાં માપદંડમાં વૈશ્વિક વ્યાપારનો હિસ્સો 0.5 ટકાથી ઓછો છે જ્યારે ભારતે આ આંકડો વટાવી દીધો છે.

2017 સુધી વૈશ્વિક વ્યાપારમાં ભારતની હિસ્સેદારી નિકાસ અને આયાત માટે અનુક્રમે 2.1 ટકા અને 2.6 ટકા છે. વધુમાં યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેજેંટેટિવ્સ દ્વારા તર્ક આપવામાં આવ્યો છે કે ભારત આર્જેન્ટિના, બ્રાઝીલ, ઇન્ડોનેશિયા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોની સાથે જી20નો હિસ્સો છે જેથી તેઓની માથાદીઠ આવક 13,375 ડોલર કરતાં ઓછી હોવાથી વિકસિત કરી શકાય તેમ છે.

બીજી તરફ પિયુષ ગોયલે આ બાબતે જણાવ્યું છે કે ભારતે અન્ય દેશો દ્વારા મળતાં GSP જેવી સહાયની જરૂર નથી અને પોતાના દમ પર હરિફ બનવા પર સક્ષમ થવું જોઈએ. જોકે આ મુદ્દે વ્યાપારીઓના જણાવ્યાં અનુસાર ઓછાં ખર્ચવાળા હરીફો સામેથી વધેલ હરીફાઈથી ભારતીય નિકાસ દબાણમાં રહે છે અને જીએસપી દાવાને સરેન્ડર કરવાનો મતલબ બજાર હિસ્સેદારી સોંપી દેવાનું હોઈ શકે છે. આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તે ભારતને દાયકાઓ જૂની જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસ (જીએસપી) ટ્રેડ પ્રોગ્રામનું એક્સેસ આપે છે તે ખતમ કરશે, કારણ કે ભારતીય બજારનું અમેરિકાને એક્સેસ મળતું નથી. આ પ્રોગ્રામ હેઠળ ઇમર્જિંગ કન્ટ્રી અમેરિકામાં જકાત ચૂકવ્યા વગર નિકાસ કરી શકે છે.

Related posts

પાકની અવળચંડાઈ: 8 નવા રૂટ્સ, POKમાં કંટ્રોલ રૂમ.. 15 ઓગસ્ટથી પહેલા J&Kમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

pratik shah

નવો ખુલાસો/ નાસાને મંગળગ્રહ પરથી એવું મળ્યું કે નવા સંશોધનો થઈ જશે સરળ, આ વસ્તુના મોટા મોટા બન્યા છે તળાવો

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ આપ્યું રાજીનામું, કારણ અકબંધ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!