GSTV
Home » News » ભારત 5.75 લાખ કરોડ રૂપિયા તો ફક્ત ભરે છે દેવાના વ્યાજમાં, મોદી સરકારે વિકાસ માટે ગત વર્ષે વધાર્યું દેવું

ભારત 5.75 લાખ કરોડ રૂપિયા તો ફક્ત ભરે છે દેવાના વ્યાજમાં, મોદી સરકારે વિકાસ માટે ગત વર્ષે વધાર્યું દેવું

ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)ના રિપોર્ટ અનુસાર, સમગ્ર વિશ્વ પર દેવાનો બોઝ લગભગ 188 ટ્રિલિયન ડોલર (188 લાખ કરોડ ડોલર)નો છે. રકમનો અંદાજો આનાથી જ લગાવી શકાય છે કે ભારતની અર્થવ્યવસ્થાનો આકાર માત્ર 2.7 લાખ કરોડ ડોલરનો છે જ્યારે, દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાનો આકાર આશરે 21.35 લાખ કરોડ ડોલરનો છે.

દેવાની રકમ વૈશ્વિક ઉત્પાદનથી બેગણી

આઇએમએફના વડા ક્રિસ્ટલિના જ્યોર્જિવાએ દેવાના આટલા મોટા બોજ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દેવાની રકમ વિશ્વના કુલ ઉત્પાદનના બમણાથી વધુ છે. તેમણે ચેતવણી આપી હતી કે જો અર્થવ્યવસ્થા ધીમી પડે તો સરકારો અને વ્યક્તિઓ જોખમમાં મુકાશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં સમગ્ર વિશ્વ પર દેવાના બોજ લગભગ 188 ટ્રિલિયન ડોલર હતો.

ભારત પર 543 અરબ ડોલરનું વિદેશી દેવું

જૂનના મહીનામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ આવ્યો હતો જે મુજબ ભારતના કુલ બહારના દેવા માર્ચ 2019 સુધી 543 અરબ ડોલર હતું માર્ચ 2018ના મુકાબલા બહારના દેવાની રમકમાં આશરે 13.7 અરબ ડોલરનું દેવું વધ્યું. GDP સાથે તુલના કરીએ તો આ રકમ 19.7 ટકા હતી.

દર વર્ષે લાખો કરોડ વ્યાજ ચૂકવે છે

સરકાર કેન્દ્ર સરકાર દર વર્ષે ફક્ત દેવામાં વ્યાજ ચૂકવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ગયા બજેટમાં સરકારે દેવા પરના વ્યાજની ચુકવણી માટે રૂ 5.75 લાખ કરોડ ફાળવ્યા હતા. 2019-20ના બજેટની વાત કરીએ તો સરકારે 27.80 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

READ ALSO

Related posts

આ કારણે એક સાથે 200 પોલીસકર્મીઓ માગી રહ્યાં છે રજા, અધિકારીઓ માથુ ખંજવાળતા થઇ ગયાં

Bansari

સિયાચિનમાં હિમસ્ખલન થતા સેનાના આઠ જવાનો બરફ નીચે દટાયા, સર્ચ અભિયાન શરૂ

Nilesh Jethva

ના હોય! સ્ટાફને અંધારામાં રાખીને પોર્ન ફિલ્મ શૂટ કરવા લાગ્યાં એડલ્ટ સ્ટાર્સ, જોત જોતામાં તો….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!