ચીન નજીક અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સેના અને એરફોર્સનો સંયુક્ત યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે. તો બીજી બાજુ બુધવારે ભારત અને ચીનના સૈનિકો પૂર્વ લદ્દાખમાં આમને સામને આવી ગયા. આ ઘટના 134 કિલોમીટર લાંબી પૈંગોંગ ઝીલના ઉત્તરી કિનારે બની. જ્યાં એક તૃત્યાંશ ભાગ પર ચીનનું નિયંત્રણ છે. સૂત્રોની જાણકારી મુજબ ભારતીયો સૈનિકો પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન ચીનના પીપલ્સ લિબ્રેશન આર્મી સાથે આમનો સામનો થઈ ગયો. ચીની સૈનિકોએ આ વિસ્તારમાં ભારતીય સૈનિકોની હાજરીનો વિરોધ કરતાં બંને દેશના સૈનિકોએ ધક્કા મુક્કી કરી. બંને પક્ષોએ આ વિસ્તારમાં પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે.
READ ALSO
- રીક્ષામાથી બાળકી પટકાતા મોત, ચાલકે ટાયર ચડાવી દીધુ હતું પથ્થર પર
- ચાંગોદર જીઆઇડીસીના કેમિકલયુક્ત પાણીથી થતા નુકશાન મામલે આખરે તંત્ર કુંભકર્ણ ઉંઘમાથી જાગ્યું
- ગુજરાત સરકારની ફરી મુશ્કેલી વધશે, મહેસુલ બાદ આ વિભાગના કર્મચારીઓએ ચઢાવી બાયો
- સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?
- પુરુષોએ આ શરીરના પાર્ટ પર લગાવવું જોઇએ દેશી ઘી, થશે અનેક ફાયદા