GSTV
Home » News » મોદી સરકારને લાગ્યો મોટો ઝટકો, વર્લ્ડ બેંકે વિકાસશીલ દેશનો ટેગ માર્ક હટાવી દીધો

મોદી સરકારને લાગ્યો મોટો ઝટકો, વર્લ્ડ બેંકે વિકાસશીલ દેશનો ટેગ માર્ક હટાવી દીધો

વર્લ્ડ બેંકે ભારતને લઈને વિકાસશીલ દેશોનો ટેગ હટાવી દીધો છે. હવે ભારત લોઅર મિડલ ઈનકમ કેટેગરીમાં ગણવામાં આવશે. ભારત નવી વહેચણી બાદ ઝાંબિયા, ઘાના, ગ્વાટેમાલા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશોની શ્રેણીમાં આવી ગયો છે. સૌથી ખરાબ વાત એ છે કે બ્રિક્સ દેશોમાં ભારતને પાછળ છોડીને ચીન, રશિયા, દક્ષિણ આફ્રીકા અને બ્રાઝીલ અપર મિડલ ઈનકમ શ્રેણીમાં આવે છે. અત્યાર સુધી લો અને મિડલ ઈનકમ વાળા દેશોને વિકાસશીલ અને હાઈ ઈનકમવાળા દેશોને વિકસિત દેશોમાં ગણવામાં આવે છે.

વર્લ્ડબેંકે અર્થવ્યવસ્થાની વહેંચણીની શ્રેણીઓના નામોમાં પરિવર્તન કર્યું છે. વર્લ્ડ બેંકના સાઈન્ટિસ્ટ તારીક ખોખરે જણાવ્યું હતું કે અમારા વર્લ્ડ ડેવલોપમેન્ટ ઈંડિકેટર્સ પબ્લિકેશનમાં આપણે લો અને મિડલ ઈનકમ વાળા દેશોને વિકાસશીલ દેશોની સાથે રાખવાનું બંધ કરી દીધુ છે. વિશ્લેષ્ણાત્મક ઉદ્દેશથી ભારતને લોઅર મિડલ ઈનકમ અર્થવ્યવસ્થામાં રાખવામાં આવી રહ્યું છે. આપણા સામાન્ય કામકાજમાં આપણે વિકાસશીલ દેશની ટર્મને નહીં બદલી શકીએ પરંતુ જ્યારે સ્પેશલાઈજ્ડ ડેટા આપશે તો દેશોના સૂક્ષ્મ શ્રેણીનો પ્રયોગ કરશે.

વર્લ્ડ બેંક તરફથી કહેવામાં આવ્યું હતું કે મલાવી અને મલેશિયા બંને વિકાસશીલ દેશોમાં ગણવામાં આવે છે પરંતુ અર્થવ્યવસ્થાની દ્રષ્ટિથી જોઈએ તો મલાવીનો આંકડો 4.25 મિલિયન ડોલર છે, જ્યારે મલેશિયાનો આંકડો 338.1 બિલિયન ડોલર છે. નવી વહેંચણી પછી અફધાનિસ્તાન, નેપાળ લો ઈનકમમાં આવે છે. લોકો રશિયા અને સિંગાપુર હાઈ ઈનકમ નોન ઓઈસીડી અને અમેરિકા હાઈ ઈનકમ ઓઈસીડી કેટેગરીમાં આવે છે. નવી શ્રેણીઓને વર્લ્ડ બેન્કે કેટલાય સ્ટાન્ડર્ડના આધારે કર્યા છે. તેમાં માતૃ મૃત્યુ દર, વ્યાપાર શરૂ કરવામાં લાગતો સમય, ટેક્સ કલેક્શન, સ્ટોક માર્કેટ, વીજ ઉત્પાદન અને સાફ-સફાઈ જેવા શામેલ છે.

READ ALSO

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar

ફાઈટર જેટમાં થાઈલેન્ડની રાણીનો જલવો, રાજમહેલની વેબસાઈટ થઈ ક્રેશ

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!