GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

દેશના 15 જિલ્લાઓમાં છેલ્લા 28 દિવસથી એક પણ કેસ નથી નોંધાયો, રીકવરી દર 20.5 ટકા થયો

આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે ભારતમાં કોરોનાના 1684 નવા કેસ 24 કલાકમાં આવ્યા છે. જેના કારણે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા ભારતમાં વધીને 23077 થઈ છે. આમાંથી 17610 કેસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં 491 લોકો સ્વસ્થ થતાં તેમને રજા અપાઈ છે. ભારતમાં હવે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4748 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે આ સાથે હવે ભારતનો રિકવરી રેટ 20.5 ટકા થયો છે. આ આપણા બધા માટે ખૂબ જ પોઝીટીવ સમાચાર ગણી શકાય. એ જ રીતે, છેલ્લા 28 દિવસમાં કોઈ કોરોના પોઝીટીવ કેસ પ્રકાશમાં ન આવનારા જિલ્લાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આવા જિલ્લાઓની સંખ્યા હવે વધીને 15 થઈ છે. નવા ઉમેરાતા જિલ્લાઓમાં છત્તીસગઢનો દુર્ગ અને રાજનાંદગાંવ જિલ્લાઓ અને મધ્ય પ્રદેશના શિવપુર જિલ્લાનો સમાવેશ થાય છે.

ચેન તોડવાની છે

દેશમાં અત્યાર સુધીમાં એવા 80 જિલ્લાઓ છે જ્યાં અગાઉ કોરોનાના કેસો બહાર આવ્યા હતા પરંતુ છેલ્લા 14 દિવસથી ત્યાં એકપણ કેસ નોંધાયો નથી. લવ અગ્રવાલે વધુમાં કહ્યું હતું કે, આપણે બધાએ આવા જિલ્લાઓની સંખ્યામાં વધારો કરતા રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણા બધા માટે અગત્યનું છે કમ્યુનિટી અને સરકાર દ્વારા કોરોનાની ચેનને તોડવાની છે. આપણે એ જોવાનું છે કે આ જિલ્લાઓમાં કોઈ નવા કેસ ના આવે. જ્યાં સુધી જિલ્લાઓની વાત છે જ્યાં આજદિન સુધી કોઈ કેસ નોંધાયો નથી ત્યાં આગળ કોઈ કેસ ન આવે અને તે ગ્રીન ઝોન બની રહે.

સહયોગ બદલ આભાર માન્યો

લવ અગ્રવાલે માહિતી આપી હતી કે આરોગ્ય પ્રધાને રાજ્યો સાથે વાત કરી હતી અને તેમના સહયોગ બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે લોકોને જાગૃત કરવાની જરૂર છે કે આ રોગચાળાથી ગભરાવાની કોઈ જરૂર નથી. કોઈપણ રોગની જેમ, તેને પણ સારવાર દ્વારા મટાડવામાં આવે છે. સંયુક્ત આરોગ્ય સચિવે એ પણ માહિતી આપી હતી કે આરોગ્ય પ્રધાને પણ નાગરિકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ કરવા કોવિડ -19 સેવા ટવીટર હેન્ડલ શરૂ કરવાની જાહેરાત કરી છે. આના દ્વારા નિષ્ણાતો દ્વારા વાસ્તવિક માહિતી લોકો સુધી સરળતાથી પહોંચતી થશે.

હોટ સ્પોટ નથી એવા ક્ષેત્રોને મળી છૂટ

આ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ગૃહ મંત્રાલયના પ્રવક્તા પૂણ્ય સલીલા શ્રીવાસ્તવે કહ્યું હતું કે, જે હોટસ્પોટ નથી એવા ક્ષેત્રોમાં કેટલીક છૂટ આપવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે આર્થિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગોને લગતી કેટલીક ગેરસમજ હતી. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. ફેક્ટરીમાં સંક્રમણ લાગવાના કિસ્સામાં માલિકને શિક્ષા કરવામાં આવશે નહીં. ગૃહ મંત્રાલયના આદેશની ગેરસમજ કરવામાં આવી હતી તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારો દિશા નિર્દેશની યોગ્ય જાણકારી આપી છૂટછાટ દરમિયાન તેનું સખ્તાઈથી પાલન કરાવવામાં આવે.

નવી પ્રમુખ ટીમો ગુજરાત આવશે

ગૃહમંત્રાલયે કહ્યું કે કોરોના સાથે વધુ સારી રીતે લડી શકાય તે માટે વધુ 4 ઈન્ટર મિનિસ્ટ્રીયલ ટીમો બનાવવામાં આવી છે. પહેલાં 6 ટીમો હતી, હવે વધુ 4 ટીમો બનાવવામાં આવી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર નવી પ્રધાન ટીમો સુરત, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદ જશે. ગૃહ મંત્રાલયે કહ્યું કે બે ટીમોએ મંત્રાલયને તેમના અહેવાલો સુપરત કર્યા છે. બંને ટીમોએ લોકડાઉન અસરકારક હોવાનું જણાવ્યું છે. તે જ સમયે, પરીક્ષણ અને નમૂનાઓ વધારવાનું સૂચન છે. અને ઝૂંપડપટ્ટીઓ અને વસાહતોમાં પૌષ્ટિક ખોરાકના વિતરણમાં વધારો કરવાનું જણાવ્યું છે. રિપોર્ટ અનુસાર ધારાવીમાં કોમ્યુનિટી ટોઇલેટ હોવાને કારણે લોકોને ઘરની બહાર નીકળવું પડી રહ્યું છે.

READ ALSO

Related posts

લદ્દાખમાં ભારત ટી- 72, ટી-90 અને બોફોર્સ તોપ ખડકશે, સુખોઈ અને મીરાજ તૈનાત કર્યા

Arohi

કિસાન કોંગ્રેસનાં ચેરમેન પાલ આંબલિયાએ રાજ્ય પોલીસ વડાને લખ્યો પત્ર, મહત્વનાં પ્રશ્નો બાબતે કર્યો ઉલ્લેખ

pratik shah

પાકિસ્તાન સરકારનો જુગાડ…તીડ પકડીને રૂપિયા કમાવ, જાણો કિલોએ કેટલા મળશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!