લોકસભા ચૂંટણી પહેલા ભાજપનો આ ગઢ તૂટી ગયો, 10 વર્ષ જૂના સાથીએ ફાડ્યો છેડો

લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં બીજેપીને જોરદાર ઝટકો લાગ્યો છે. 10 વર્ષ સુધી સહયોગી રહેલી ગોરખા જનમુક્તિ મોર્ચાએ અધિકારીકરૂપે ભાજપ સાથે છેડો ફાડવાનું એલાન કરી દીધું છે. ગોરખા જનમુક્તિ મોર્ચાના આ પગલાંથી બીજેપીને ઉત્તરી બંગાળમાં ચાર સીટોનું નુકસાન થઈ શકે છે. કારણ કે જનમુક્તિ મોર્ચાનો આ વિસ્તારમાં દબદબો હતો. આ વિસ્તારમાં દાર્જિલિંગની સીટનો પણ સમાવેશ થાય છે. જ્યાં 2009થી સત્તત્ત ભાજપ જીતતી આવી હતી. જેની પાછળનું કારણ પણ ગોરખા જનમુક્તિ મોર્ચા જ હતો.

એવું માનવામાં આવે છે કે દાર્જલિંગ સીટ પર ગોરખા જનમુક્તિ મોર્ચાનો સહયોગ ન હોય તો કોઈ પણ પાર્ટી જીતી નથી શકતી. મોર્ચાના અઘ્યક્ષ બિનય તમાંગે મમતા બેનર્જીને ચિઠ્ઠી લખી આ નિર્ણયની જાણકારી આપી હતી. આ સાથે જ તેમણે ત્રીજા મોર્ચામાં સામેલ થવાના હોવાની વાત પણ કહી હતી. જણાવી દઈએ કે 19 જાન્યુઆરીએ 22 દળો સાથે મમતા બેનર્જીએ મહારૈલીની હુંકાર ભરી હતી.

બિનય તમાંગે મમતા બેનર્જીને લખેલી ચીઠ્ઠીમાં કહ્યું છે કે, ગોરખા જનમુક્તિ મોર્ચાએ 10 વર્ષ સુધી ભાજપ સાથે ગઠબંધન રાખ્યું હતું. અમે ત્રીજા મોર્ચાના સંયોજકને જણાવવા માગીએ છીએ કે, અમે એનડીએ છોડીને ત્રીજા મોર્ચાને જોઈન કરીએ છીએ.

ગોરખા જનમુક્તિ મોર્ચા વિશેની મળી રહેલી માહિતીથી જાણવા મળી રહ્યું છે કે, ભાજપે અમારી માંગો પર ચૂપ રહેવા સિવાય કશું નથી કર્યું. જો મમતા બેનર્જી અમારા મુદ્દાઓને હકારાત્મક રીતે જુએ તો બીજેપી વિરોધી મોર્ચાને ન માત્ર દાર્જલીંગ પણ અલીપૂરદ્વારા, જલપાઈગૂડી અને રાયગંજમાં સારી શરૂઆત મળશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter