GSTV

ભારતીય ફેન્સમાં સેમીફાઇનલના મહામુકાબલાનો ફીવર : ક્યાંક હોમ હવન તો ક્યાંક દરગાહ પર ચડાવી ચાદર

Last Updated on July 9, 2019 by Bansari

ઈંગ્લેન્ડ ખાતે રમાઈ રહેલા ક્રિકેટ વિશ્વકપની આજે પ્રથમ સેમીફાઈનલની મેચ છે.ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ મેચ પર સમગ્ર દેશની નજર છે. સાથે જ ભારતીય ફેન્સમાં પણ આ હાઇપ્રોફાઇલ મુકાબલાને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહામુકાબલા પહેલા ભારતની જીત માટે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હવન અને પૂજા અર્ચન કરવામાં આવ્યુ.

જ્યારે કેટલાક ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોએ ગંગામાં ડૂબકી પણ લગાવી હતી.

જ્યારે મસ્જિદમાં પણ ભારતની જીત માટે નમાઝ અદા કરવામાં આવી. આજે માન્ચેસ્ટરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો થવાનો છે.

તો આ તરફ કાનપુરમાં પણ ભારતીય ટીમની જીત માટે પ્રાથના કરવામાં આવી. આજે માન્ચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે મહામુકાબલો થવાનો છે. જેથી ભારતીય ટીમના ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

માન્ચેસ્ટમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મહામુકાબલા પહેલા વારાણાસીના શ્રી કૃષ્ણ મંદિરમાં હવન-પૂજન કરવામાં આવ્યુ. ભારતીય ટીમની જીત માટે મંદિરમાં ચાહકોની ભીડ જામી છે. જ્યારે સેમીફાઈની મેચમાં ભારતની જીત માટે મંદિર અને મસ્જિદમાં પ્રાથના-નમાઝ પઠવામાં આવી હતી.

Read Also

Related posts

ઉંઘતુ તંત્ર / અમદાવાદના આ વિસ્તારમાંથી હજુ સુધી નથી દૂર કરાઇ જર્જરિત ટાંકી, દુર્ઘટના સર્જવવાની ભીતિ

Zainul Ansari

જુનાગઢ / પ્રજાના 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ-રસ્તા દોઢ મહિનામાં સ્વાહા, ‘ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન’ ફક્ત નારો

Zainul Ansari

જમ્મુમાં સતત મળી આવતા ડ્રોન વચ્ચે સ્ટેશનની નજીક દેખાયા બે શંકાસ્પદ લોકો, પહેર્યો હતો સેનાનો યુનિફોર્મ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!