જીતની ગેરેન્ટી એટલે આ ક્રિકેટર, જ્યારે પણ સદી ફટકારી ભારતને કોઇ હરાવી નથી શક્યુ

જ્યારે પણ ભારતીય ક્રિકેટ ઇતિહાસના દિગ્ગજ બેટ્સમેનને યાદ કરવામાં આવશે ત્યારે ગુંડપ્પા વિશ્વનાથનું નામ મોઢે આવી જ જાય છે. ‘વિશી’ના નામે જાણીતા આ બેટ્સમેન માટે આજેનો દિવસ એકદમ ખાસ છે.

12 ફેબ્રુઆરી 1949ના રોજ કર્ણાટકના ભદ્રાવતીમાં જન્મેલા લેફ્ટ આર્મના આ બેટ્સમેન આજે પોતાનો 70મો જન્મ દિવસ સેલિબ્રેટ કરી રહ્યાં છે. ખૂબ જ સૌમ્ય સ્વભાવના વિશી ક્રિકેટના મેદાન પર ટફ ક્રિકેટ રમતા હતાં.

1970ના દશકમાં ક્રિકેટ જગતમાં એક વાત અવારનવાર કહેવામાં આવતી કે ભારત અઢી બેટ્સમેન સાથે મેદાન પર ઉતરે છે. પહેલા સુનીલ ગાવાસ્કર, બીજા ગુંડપ્પા વિશ્વનાથ અને પછી આખી ટીમ.

લેફ્ટ આર્મના મધ્ય ક્રમ બેટ્સમેન ઉપરાંત લેગ બ્રેક બોલીંગ માટે પણ તેઓ જાણીતા છે. પોતાની પહેલી જ મેચમાં સદી ફટકારનારા વિશીના નામે ક્રિકેટના આવા અનેક રેકોર્ડ છે. પરંતુ એક એવો અનોખો રેકોર્ડ પણ તેમના નામે છે જેની ચાહત દરેક કેપ્ટનને હશે.

હકીકતમાં વિશ્વનાથે જે મેચમાં સદી ફટકારી ભારત તે મેચ ક્યારેય નથી હાર્યુ. તેણે 14 સદી ફટકારી. ભારતે તેમાંથી 13 મેચ જીતી, જ્યારે એક મેચ ડ્રો રહી. કાનપુરમાં 1969માં રમાયેલી બીજી ટેસ્ટમાં વિશ્વનાથે ડેબ્યૂ કર્યુ. પહેલી ઇનિંગમાં તે શુન્ય પર આઉટ થઇ ગયા પરંતુ બીજી ઇનિંગમાં 137 રન ફટકાર્યા. આ એ જ મેચ છે જે ડ્રો થઇ હતી.

વિશી ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ પણ હતી. તેમની ખેલ ભાવનાનું ઉદાહરણ વિશ્વ ક્રિકેટમાં આજે પણ આપવામાં આવે છે. તેની સાથે એક યાદગાર કિસ્સો જોડાયેલો છે. વિશ્વનાથે પોતાની અંતિમ ટેસ્ટ 1983માં પાકિસ્તાન સામે કરાચી ખાતે રમી હતી. જ્યારે તેણે સન્યાસ લીધો ત્યારે તેના નામે 91 ટેસ્ટમાં 41.93ની સરેરાશથી 6080 રન નોંધાયેલા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર 222 રન હતો.

જો કે ગુંડપ્પા વિશ્વનાથનું વન ડે કરિયર વધુ સફળ નથી રહ્યુ. તેણે 25 વન ડે મેચમાં 439 રન બનાવ્યાં જેમાં 75 રન સર્વોચ્ચ સ્કોર હતો. 1983માં સન્યાસ લીધા બાદ તેઓ મેચ રેફરી બની ગયાં. તેમણે 1999થી 2004 વચ્ચે મેચ રેફરીની ભૂમિકા ભજવી. પછીથી બીસીસીઆઇની સિલેક્શન કમિટીના અધ્યક્ષ પદે પણ રહ્યાં. તેમને નેશનલ ક્રિકેટ એકેડેમીની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter