GSTV
Home » News » અર્થવ્યવસ્થાને લઈને રાહુલે મોદી સરકાર પર સાધ્યું નિશાન, અર્થતંત્ર અંગે દુષ્પ્રચાર કરવાના બદવે ઠોસ નીતિની જરૂર

અર્થવ્યવસ્થાને લઈને રાહુલે મોદી સરકાર પર સાધ્યું નિશાન, અર્થતંત્ર અંગે દુષ્પ્રચાર કરવાના બદવે ઠોસ નીતિની જરૂર

દેશમાં છવાયેલી મંદીને લઈને ગુરૂવારે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુકે, સમસ્યાઓને સ્વીકાર કરવાની જરૂરી છે. એક સમાચારમાં છપાયેલાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના સાક્ષાત્કારનો હવાલો આપતાં ગાંધીએ કહ્યુકે, પહેલાં સરકારે સ્વીકાર કરવું જોઈએકે, અર્થવ્યવસ્થાને લઈને સમસ્યા છે.

તેમણે ટ્વીટ કરીને કહ્યુ, આ સમયે દુષ્પ્રચાર, ઉપજાવી કાઢેલાં અહેવાલો અને યુવાઓ વિશે મુર્ખતાપૂર્ણ વાત કરવાની જરૂર નથી. પરંતુ ભારતને એક નક્કોર નીતિની જરૂર છે. જેથી અર્થવ્યવસ્થાની સ્થિતિને ઠીક કરી શકાય.

ગાંધીએ કહ્યુ, પહેલાં સ્વીકાર કરોકે, આપણી સામે સમસ્યા છે. આ સ્વીકાર કરવું જ એક સારી શરૂઆત છે. તેમણે મનમોહન સિંહ જેવા સાક્ષાત્કારનો હવાલો આપ્યો જેમાં પૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યુકે, નોટબંધી અને ખોટી રીતે જીએસટી લાગૂ કરવાને કારણે અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઈ છે.

આની પહેલાં કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ અર્થવ્યવસ્થાને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ,ચૂંટણી પહેલાં કહેવામાં આવ્યુ કે, ઓલા-ઉબરે રોજગાર વધાર્યો છે. હવે કહેવાઈ રહ્યુ છેકે, ઓલા-ઉબરને કારણે ઓટો સેક્ટરમાં મંદી આવી ગઈ છે. પ્રિયંકાએ સવાલ કર્યો, ભાજપ સરકાર અર્થવ્યવસ્થાના મામલામાં આટલી ભ્રમિત કેમ છે?

ઉલ્લેખનીય છેકે, નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે કહ્યુકે, ઓટો સેક્ટરમાં સુસ્તીને કારણે યુવાઓના વિચારોમાં બદલાવ થયો છે. કારણકે લોકો હવે પોતાના વાહનો ખરીદવાની જગ્યાએ માસિક ભાડું આપીને ઓલા અને ઉબર જેવી ઓનલાઈન ટેક્સી સેવાઓ દ્વારા વાહનો બુકિંગને વધારે મહત્વ આપે છે.

READ ALSO

Related posts

ઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા

Mayur

કૂદકે ને ભૂસકે વધતી બળાત્કારની ઘટનાઓ : ગુજરાતમાં 1697 કેસ સામે સજા માત્ર 17ને, રેપમાં આ દેશ સૌથી આગળ

Mayur

પોલીસને શક, બીજાં 3 રાજ્યોમાં પણ હૈદરાબાદ દુષ્કર્મ બાદ હત્યા જેવાં જ કારનામાં કરી ચૂક્યા હતા આ આરોપીઓ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!