ધોનીની પાસે તાકાત છે, તેમને વિશ્વ કપ ટીમમાં સામેલ કરવા જોઈએ

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીને વિન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે ટી-20 રાષ્ટ્રીય ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે, પરંતુ આઈપીએલ ટીમ ચેન્નઈ સુપરકિંગ્સમાં કોચ રહેલા સ્ટીફન ફ્લેમિંગનું માનવુ છે કે 2019 વિશ્વ કપમાં ધોની ભારત માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે અને તેમનો ટીમમાં સમાવેશ કરવો જોઈએ.

પૂર્વ ભારતીય સુકાની ધોનીનું સમર્થન કરતા ફ્લેમિંગે કહ્યું કે ભારતીય ટીમ મેનેજમેન્ટની પાસે ધોનીને વિશ્વકપ ટીમમાં સામેલ કરવાના ઘણા કારણ છે.

તેમણે ધોનીના વખાણ કરતા કહ્યું, “મને લાગે છે કે ભારતની પાસે ધોનીને વિશ્વ કપમાં સામેલ કરવાના ઘણાં કારણ છે. ધોનીની તાકાત અને પ્રતિભા અસરકારક છે અને તેઓ મોટા મંચ પર રમવા માટે હંમેશા તૈયાર રહે છે.”

ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટને કહ્યું, “મેં છેલ્લા આઈપીએલ સત્રમાં ધોનીને રમતા જોયા છે અને તેમની બેટિંગ આજે પણ પહેલા જેવી છે. તેમની પાસે આત્મવિશ્વાસ હોવો જોઈએ અને વન-ડેમાં જેવીરીતે રમે છે તેવી રીતે જ તે રમે. તેઓ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટોમાં હંમેશા આક્રમક પ્રદર્શન કરે છે.”

ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)માં એમએસકે પ્રસાદની આગેવાની વાળી પસંદગી સમિતિએ ડોમેસ્ટિક વિન્ડીઝ અને વર્તમાન ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ધોનીને આરામ આપીને ટીમમાંથી આઉટ કર્યો હતો. પ્રસાદે કહ્યું હતું કે મેનેજમેન્ટ હવે બીજા વિકેટકીપરને શોધી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 સીરીઝ 1-1થી ડ્રો રહી હતી, પરંતુ હવે જોવાનું રહે છે કે ધોનીને આગામી વન-ડે સીરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવે છે કે નહીં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter