GSTV
Gujarat Government Advertisement

Corona Virus નાં સંક્રમણના સંભવિત જોખમને ધ્યાનમાં રાખી ભારત-મ્યાનમાર બોર્ડર કરાઈ સીલ

Last Updated on March 10, 2020 by Alap Ramani

કોરોના વાયરસ (Corona Virus)ના સંક્રમણના સંભવિત જોખમને ધ્યાનમાં રાખી મણિપુરે મ્યાનમારની બોર્ડર બંધ કરી છે. મણિપુરે અહીંથી આંતરરાષ્ટ્રીય સરહદની પાર લોકોની અવરજવર પર પ્રતિબંધિ મુક્યો છે. જેમાં મોરેહમાં ગેટ નંબર 1 અને 2નો સમાવેશ થાય છે. તે સાથેના અન્ય ક્રોસિંગ પોઇન્ટ્સ પણ બંધ કરવાનો આદેશ અપાયો છે. આગામી ઓર્ડર સુધી ભારત-મ્યાનમાર સરહદનો આ વિસ્તાર બંધ રહેશે. આ અગાઉ કોરોના વાયરસના પ્રવેશથી બચવા અરૂણાચલ પ્રદેશે વિદેશીઓને પ્રોટેક્ટેડ એરિયા પરમીટ (પીએપી) આપવાનું સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો. ચીન સાથે સરહદ ધરાવતા અરુણાચલ પ્રદેશમાં મુસાફરી કરવા માટે વિદેશી લોકોને પીએપીની જરૂર પડે છે.

ભારતે Corona Virus નાં જોખમને ધ્યાનમાં રાખી મ્યાનમારની બોર્ડર કરી બંધ

વિશ્વભરમાં હાહકાર મચાવનાર કોરોનાવાયરસે ભારતમાં પણ પગ પેસારો થયો છે. ત્યારે આ જીવલેણ વાયરસે ભારતમાં આવવાની સાથે 47 કેસો સામે આવ્યા છે. ત્યારે કોરોનાવાઇરસનું સંક્રમણ હવે પૂણે સુધી પહોંચી ગયું છે. કોરોનાથી અસરગ્રસ્ત બે દર્દી પૂણેને હોસ્પીટલમાં દાખલ કરાયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો આ પ્રથમ કેસ છે. જેમાં પતિ-પત્નિ કોરોના વાઇરસ થી સંક્રમિત બહાર આવ્યા છે. બંન્ને વ્યક્તિ જાન્યુઆરીમાં દુબઈથી પૂણે આવ્યા હતા અને હવે તેમનામાં કોરોના વાઇરસ ના શંકાસ્પદ લક્ષણો નજરે આવતા પૂણેની નાયડુ હોસ્પીટલમાં દાખલ કરાયા. જ્યાં કરવામાં આવેલા રીપોર્ટ્સમાં કોરોના વાઇરસ ની પુષ્ટી કરાઈ હતી.

ભારતમાં Corona પોઝીટીવ કેસની સંખ્યા 47 પર પહોંચી

ભારતમાં Corona પોઝીટીવ કેસની સંખ્યા 47 થઈ હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રાજ્યોને કોરોના બાબતે ગંભીર થવાની તાકીદ કરી હતી.કેરળમાં એક ત્રણ વર્ષના બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. કેરળ ઉપરાંત દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, કર્ણાટક અને જમ્મુમાં એક-એક કેસ નોંધાયા હતા. એક દિવસમાં દેશભરમાં કુલ છ Corona પોઝીટીવ કેસ નોંધાયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ગોરખધંધા: વેક્સિનની અછત નથી, પણ ખાનગી હોસ્પિટલોએ 1 કરોડથી વધારે ડોઝ વાપર્યા વિના રાખી મુક્યા

Pravin Makwana

આને કહેવાય સંવેદનશીલ સરકાર: ભથ્થુ આપવા માટે સરકાર શોધી રહી છે બેરોજગારો, દર મહિને આપવાના છે 2500 રૂપિયા

Pravin Makwana

પટેલોનો પાવર: કડવા-લેઉઆ એક થયાં, કોઈ પણ બેઠકમાં હવે ખાલી ‘પાટીદાર’ શબ્દ જ લખાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!