GSTV

boycott chinese products: ગભરાયેલા ચીને ભારતને આપી ચેતવણી, રાષ્ટ્રવાદના ચક્કરમાં બેવકૂફ ન બને ભારતીયો

Last Updated on June 23, 2020 by Karan

ભારત અને ચીન વચ્ચે થયેલી સૈન્ય ઝડપ બાદ ચીન સતત શાંતિ અને વાતચીતના માધ્યમથી આ મુદ્દાઓને ઉકેલવાની વાત કરી રહ્યું છે. જો કે, તિબ્બત બોર્ડર પર સત ચીની સેના યુદ્ધની તૈયારીમાં વ્યસ્ત દેખાઈ રહ્યું છે અને ચીનના સરકારી મીડિયા ભારતને સતત ધમકાવવાનું કામ કરી રહ્યા છે. આ વખતે ચીને ફરી ચેતવણી આપતા જણાવ્યું છે કે, બંને દેશો વચ્ચે તણાવની અસર વેપારી સંબંધો પર પડ્યું તો આ ભારત માટે ઘાતક સાબિત થઈ શકે છે.ચીને ભારતીયોને રાષ્ટ્રવાદના ચક્કરમાં બેવકૂફ ન બનવાની સલાહ આપી છે.

બહિષ્કાર પર ભારતને જ થશે નુકસાન-ચીનનો દાવો

ચીને સરકારી અખબારમાં આરોપ લગાવતા જણાવ્યું છે કે, અમુક ભારતીયો ચીન વિરુદ્ધ ભડકાવી રહ્યા છે અને રાષ્ટ્રવાદના સહારે તેઓ બેવકુફ બની રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, ચીન ભારતના બોયકોટ મુવમેન્ટના કારણે ગભરાઈ ગયું છે અને સતત આ પ્રકારના આરોપો લગાવી રહ્યું છે અને સાથે સાથે ધમકી પણ આપી રહ્યું છે. ચીને આ અખબારમાં આરોપ લગાવ્યો હતો કે, ભારતીય સેનાના આક્રમક વલણને લઈ સરહદ પર તણાવ થઈ રહ્યો છે. આ લેખમાં ભારતીય સેનાના નિવૃત અધિકારી રંજીત સિંહનો પણ ઉલ્લેખ કરાયો છે. ચીને કહ્યું છે કે, રંજીત જેવા અમુક લોકોને લાગે છે કે, ચીની સામાનનો બહિષ્કાર કરવાથી અમારી કમર ટૂટી જશે, જે તેમનો વિચાર ખોટો છે.

ભારતીયોને આપી બેવકૂફ ન બનાવવાની સલાહ

આ અખબારમાં છપાયેલા આર્ટિકલમાં ચીને ચેતવણી આપતા જણાવ્યું છે કે, રાષ્ટ્રવાદની આડમાં ભારતીયોએ બેવકુફ ન બનવું જોઈએ. જેમાં કહેવાયું છએ કે, ભારત જેવા દેશને ચીન જેવા સાથીની આર્થિક રીતે ખાસ જરૂર છે. ચીન એક માત્ર ભારતનું ટ્રેડિંગ પાર્ટનર છે. ભારતના વિકાસનો પાયો વિદેશી રોકાણ છે, જેનો મોટો ભાગ ચીનથી આવી રહ્યો છે. જેંમા દાવો કરવામાં આવ્યો છે કે, ભારતના 30 મોટા સ્ટાર્ટઅપમાંથી 18માં ચીને રોકાણ કર્યુ છે. આ ઉપરાંત ઘરેલૂ સામાન ટીવી, માઈક્રોવેવ, એરકંડિશનર, મોબાઈલ ફોન, લેપટોપ જેવી જરૂરી વસ્તુ ભારતમાં ચીનથી આયાત થઈ રહી છે. ચીન તરફથી ભારતને ઘણી સસ્તી વસ્તુ મળી રહી છે. ત્યારે હવે જો આ વસ્તુ અન્ય કોઈ જગ્યાએથી ખરીદશે તો, તેને આ માટે મોટી રકમ ચુકવવી પડશે.

READ ALSO

Related posts

જબરું ભાઈ! બે બૈરાં વચ્ચે ધણી નહીં પરંતુ સાસુ ખાટલો નાંખીને ઊંઘતી, પતિને મેળવવા પત્નીઓ પહોંચી પોલીસ સ્ટેશન

Harshad Patel

સાવધાન / શરીર માટે નુકશાનકારક છે વધુ પડતુ દૂધનું સેવન, આ પ્રકારની સમસ્યાઓનો કરવો પડી શકે છે સામનો

Zainul Ansari

મોદી સરકાર ભરાશે/ પેગાસસ જાસૂસીમાં હવે નીતિશકુમારે ઉઠાવ્યો સવાલ, સરકારે કરવી જોઈએ તપાસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!