GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

બોર્ડર પર દુશ્મનોનો પરસેવો પાડી દેશે આ મિસાઈલ, પરીક્ષણ સફળ

mpatgm missile

પાડોશમાં પાકિસ્તાન જેવા દેશનો સામનો કરી રહેલુ ભારત હવે પોતાની તાકાતમાં જોડાયુ છે. ભારતે એક મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ (એમપી-એટીજીએમ)નું સફળ પરીક્ષણ કર્યુ છે. આ ટેન્કનો ઉપયોગ બોર્ડર પર તૈનાત સેનાના જવાન પણ કરી શકે છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને (ડીઆરડીઓ) મોડી રાત્રે રાજસ્થાનના મરૂસ્થળવાળા વિસ્તારમાં આ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.

એમપી-એટીજી મિસાઈલની રેન્જ 2-3 કિલોમીટર સુધી છે. જે 3 કિલોમીટરના દાયરામાં આવતા દુશ્મનોને નિશાનને ભેદવામાં ખૂબ મારક સાબિત થશે. જેની ખાસિયત એ છે કે તેને કોઈ પણ સ્થાન પર ફીટ કરીને સ્ટેન્ડ કરી શકાય છે. એટલેકે પૈસા માટે કોઈ નિશ્ચિત જગ્યાની જરૂર નથી, પરંતુ જરૂરીયાતના હિસાબે તેનો ઉપયોગ કરવામાં આવે છે. સરળતાથી લઈ જનારા આ મિસાઈલને દુશ્મનની સેનાના ટેન્કને પણ ધ્વસ્ત કરી શકે છે.

પરીક્ષણમાં આ મિસાઈલે કાર્યક્ષમતાની સાથે પોતાનું લક્ષ્ય વીંધી નાખ્યું. મેન પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ (એમપી-એટીજીએમ) જેવા હથિયાર હોવાથી દુર્ગમ જગ્યાઓ પર પણ દુશ્મનોના ટેન્ક અને અન્ય ઠેકાણાઓને ઉડાવવામાં સેનાને ખૂબ મદદ મળશે. સાથે જ આ મિસાઈલને ખભા પર રાખીને પણ ચલાવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ડીઆરડીઓ એમપી-એટીજીએમનું સફળ પરીક્ષણ કરી ચૂક્યા છે. 12 માર્ચે પણ ડીઆરડીઓએ રાજસ્થાનના પોખરણ રેન્જ પરથી ત્રીજી વખત મલ્ટી બેરલ રોકેટ પ્રણાલી પિનાકનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતીય સેના દુનિયાની સૌથી મોટી અને મુખ્ય સેનાઓમાંથી એક છે. સંખ્યાની દ્રષ્ટિથી લશ્કરી ટુકડીઓના જવાનોની સંખ્યા દુનિયામાં ચીન બાદ સૌથી વધુ છે.

READ ALSO

Related posts

રૂપાણી સરકારનો કેબિનેટમાં નિર્ણય: સૌરાષ્ટ્રમાં ખેડૂતો અને પશુપાલકોને મળશે વળતર, પહેલા ચકાસણી બાદમાં સહાય

Pravin Makwana

ICCના આ અંપાયરના પ્રયાસો રંગ લાવ્યા, યુપીના આ ગામમાં હવે લોકોએ ઝાડ પર ચડીને નથી કરવા પડતાં ફોન

Bansari

51 કરોડની 500 અને 1000ની જૂની નોટો, અમારી હાલત ખરાબ આ નોટો બદલી આપો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!