GSTV
Home » News » આખા ચીનને ટાર્ગેટ કરે તેવી મિસાઇલ બનાવી રહ્યું છે ભારત : US એક્સપર્ટ

આખા ચીનને ટાર્ગેટ કરે તેવી મિસાઇલ બનાવી રહ્યું છે ભારત : US એક્સપર્ટ

ભારત પોતાના પરમાણુ હથિયારોના જથ્થાને લઇને આધુનિક બનતુ જઇ રહ્યું હોવાનો દાવો અમેરિકાના બે વરિષ્ઠ પરમાણુ વિશેષજ્ઞોએ કર્યો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે પરંપરાગત રૂપે પાકિસ્તાનને ધ્યાને રાખીને પરમાણુ નીતિ બનાવનારા ભારતનું ધ્યાન હવે ચીન તરફ વધુ છે.

અમેરિકાના ડિજીટલ જર્નલ આફટર મિડનાઈટના જુલાઈ-ઓગસ્ટના અંકમાં લેખ છપાયો છે. જેમાં દાવો કરાયો છે કે ભારત હવે એક એવી મિસાઈલ વિકસીત કરી રહ્યું છે. જેનાથી દક્ષિણ ભારતીય બેઝથી પણ સમગ્ર ચીનને ટાર્ગેટ કરી શકાય. હૈન્સ એમ. ક્રિસ્ટેન્સ અને રોબર્ટ એસ. નૉરિસને ઈન્ડિયન ન્યૂક્લિયર ફોર્સેસ 2017ના નામે લેખ લખ્યો છે. જેમાં ભારત પાસે એટલો પ્લૂટોનિયમ જમા થયો છે. જેનાથી તે 150-200 પરમાણુ હથિયાર બનાવી શકે છે.

જો કે સંભવતઃ ભારત પાસે 120-130 હથિયાર બનાવ્યા છે. બંને વિશેષજ્ઞોના મતે અત્યાર સુધી ભારત પરંપરાગત રૂપે પાકિસ્તાનને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું. જો કે પરમાણુ હથિયારોનું આધુનિકીકરણ સંકેત આપે છે કે હવે તે ચીનની સાથે ભવિષ્યમાં થનારા રણનીતિક મામલાને વધુ મહત્વ આપે છે.

વિશેષજ્ઞો અનુસાર તેનું પરિણામ એ આવશે કે આવનાર દાયકામાં ભારત વધુ મહત્વપૂર્ણ ક્ષમતાઓ પ્રાપ્ત કરી લેશે. જે બાદ પાકિસ્તાન પ્રત્યેનો ભારતનો દ્રષ્ટિકોણ પણ સ્પષ્ટ થઇ જશે.

Related posts

મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની ચૂંટણી જીતવા ભાજપ ગુજરાતની થિયરી અપનાવશે

Karan

દિલ્હી માથે ખતરો વધ્યો, સરકારને પણ ડર લાગતાં બોલાવી ઇમરજન્સી બેઠક

Mayur

આતંકી હુમલાની દહેશતને લઈ ગુજરાતના આ વિસ્તારોમાં સઘન ચેકિંગ, શકમંદની તસવીર આવી સામે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!