GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ભારત બન્યો દુનિયાનો બીજા નંબરનો સૌથી વધુ મોબાઈલ(Mobile)નું ઉત્પાદન કરનારો દેશ

નોઇડામાં સેમસંગે વિશ્વની સૌથી મોટી મોબાઇલ (Mobile) ફેક્ટરીની સ્થાપના કરી છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન રવિશંકર પ્રસાદે જાહેરાત કરી છે કે ભારત વિશ્વમાં બીજા નંબરનોં સૌથી મોટો મોબાઇલ (Mobile)ઉત્પાદક દેશ છે. દેશમાં હાલમાં ૩૦૦થી પણ વધુ મોબાઇલ મેન્યુફેકચરિંગ યુનિટ છે.

પ્રસાદના જણાવ્યા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં ૩૩ કરોડ મોબાઇલ (Mobile) હેન્ડસેટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. ૨૦૧૪માં આ આંકડો માત્ર ૬ કરોડ હતો અને મોબાઇલ (Mobile)મેન્યુફેકચરિંગના માત્ર બે જ યુનિટ હતાં.  ૨૦૧૪ સુધીમાં ભારતમાં ત્રણ અબજ ડોલરના મોબાઇલ (Mobile) ફોનનું ઉત્પાદન થયું હતું જે ૨૦૧૯માં વધીને ૩૦ અબજ ડોલર થઇ ગયું હતું. પ્રસાદ આવતીકાલે બપોરે ૧૨ વાગ્યે ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક માટે નવી સ્કીમની જાહેરાત કરશે.

આ દરમિયાન શાઓમિ ઇન્ડિયાના વડા મનુકુમાર જૈને જણાવ્યું છે કે શાઓમિના ૯૯ ટકા (Mobile) ફોનનું મેન્યુફેકચિરગ ભારતમાં થાય છે. શાઓમીએ પાંચ વર્ષ પહેલા ભારતમા પોતાના પ્રથમ પ્લાન્ટની રચના કરી હતી.એક અહેવાલ અનુસાર એપલ પણ પોતાનું ઉત્પાદન ચીનમાંથી ખસેડી ભારતમાં કરવાનું આયોજન કરી રહી છે.

READ ALSO

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!