રશિયામાંશુક્રવારે અફઘાનિસ્તાનના મામલે યોજાઈ રહેલી બેઠકમાં ભારત પણ સામેલ થશે. જો કે ભારતતરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેની હિસ્સેદારી અનૌપચારીક સ્તરની હશે.સરકારે તેની સાથે જ ભારતની સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું છે કે શાંતિના તમામપ્રયાસોનું નેતૃત્વ અને નિયંત્રણ અફઘાનીઓના હાથમાં હોવું જોઈએ. મોસ્કોમાં યોજાઈરહેલી બેઠકમાં ભારતની હાજરી અનૌપચારીક સ્તરની હોવા છતાં ઘણાં લોકોને આનાથી આશ્ચર્યથઈ શકે છે. આ પહેલીવાર હશે કે જ્યારે ભારત તાલિબાનો સાથે એક મંચ પર જોવા મળીરહ્યું છે.
ભારત તરફથી આ બેઠકમાં સેવાનિવૃત્ત ડિપ્લોમેટ ટીસીએ રાઘવન અને અમરસિંહા ભાગ લઈ રહ્યા છે. સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે ભારતે પોતાના નિર્ણય પર ઘણોવિચાર કર્યો છે અને તેમાં અફઘાનિસ્તાનની સરકારનું કમ્ફર્ટ લેવલ ખાસ ધ્યાન પરલેવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ છે કે તેમને ખબરછે કે રશિયાનું વહીવટી તંત્ર નવમી નવેમ્બરે મોસ્કોમાં એક બેઠકની યજમાની કરી રહ્યું છે.
રવીશ કુમારે કહ્યુ છે કે ભારત આવા તમામ પ્રયાસોનું સમર્થન કરે છે કે જેનાથી અફઘાનિસ્તાનમાં શાંતિ અને સુલેહની સાતે એકતા, વિવિધતા, સુરક્ષા, સ્થાયિત્વ અનેખુશહાલી આવે. ભારતની એવી નીતિ રહી છે કે આવી કોશિશો અફઘાનિસ્તાનના નેતૃત્વ,અફઘાનિસ્તાનના માલિકી હક અને અફઘાનિસ્તાનના નિયંત્રણ હેઠળ થવી જોઈએ. આમા અફઘાનિસ્તાનની સરકારની ભાગીદારી હોવી જોઈએ. ભારતની હિસ્સેદારી બિનસત્તાવાર સ્તરનીહશે.
- ટેલરીંગનં કામ કરનાર, ટેમ્પો ડ્રાઈવરને રબર સ્ટેમ્પ બનાવનનારના સંતાનો CMAની પરીક્ષામાં સારા માર્કે થયા પાસ, સખ્ત મહેનતનું પરીણામ
- બિહારના CM નીતિશ કુમારને જાનથી મારવાની ધમકી આપનાર શખ્સ સુરતમાંથી પકડાયો, ક્રાઈમ બ્રાન્ચે આ રીતે દબોચ્યો
- ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાનું પરિણામ જાહેર, રાજ્યના 42 વિદ્યાર્થીઓ થયા ઉત્તીર્ણ
- વડોદરા/ચાંપાનેર દરગાહ તોડવા સમયે કોમી રમખાણ કેસનો મોટો ચુકાજો, 18 આરોપી નિર્દોષ જાહેર
- તમારું ફ્રિજ દિવાલથી કેટલું દૂર હોવું જોઈએ? વર્ષોથી વારાપવા છતાં 99% લોકો જાણતા નથી
સૂત્રોનું કહેવું છે કે વિદેશ મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ અમરસિંહાઅફઘાનિસ્તાનમાં ભારતના રાજદૂત રહી ચુક્યા છે. જ્યારે ટીસીએ રાઘવન પાકિસ્તાનમાંભારતના ભૂતપૂર્વ હાઈકમિશનર તરીકે કામગીરી કરી ચુક્યા છે. આ બંને ભૂતપૂર્વડિપ્લોમેટ મોસ્કો કાતેની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
રશિયન ન્યૂઝએજન્સી સ્પુટનિકના જણાવ્યા પ્રમાણે રશિયાએ મોસ્કો ફોર્મેટમાં અફઘાનિસ્તાન, ભારત,ઈરાન, કજાકિસ્તાન, કિર્ગિસ્તાન, ચીન, પાકિસ્તાન, તજાકિસ્તાન, તુર્કમેનિસ્તાન,ઉજ્બેકિસ્તાન, અમેરિકા અને અફઘાન તાલિબાનોને આમંત્રિત કર્યા છે. ભૂતકાળમાં મોસ્કોફોર્મેટમાં ભારત તરફથી સંયુક્ત સચિવ સ્તરના અધિકારી સામેલ થયા હતા. પરંતુ આમાતાલિબાન સામેલ થયા ન હતા.
મોસ્કો તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં પહેલીવાર દોહા ખાતે તાલિબાન મૂવમેન્ટના રાજકીય કાર્યાલયનું એક ડેલિગેશન ભાગ લઈ રહ્યું છે. જો કે અફઘાનિસ્તાનની સરકાર આમા સીધી સામેલ થઈ રહી નથી. પરંતુ અફઘાનિસ્તાનની હાઈપીસ કાઉન્સિલ આમા ભાગ લઈ રહી છે. રશિયાના હાઈકમિશ્નરે કહ્યુ છે કે તેઓ ભારત અને અન્ય દેશોનું સ્વાગત કરે છે. શાંતિ પ્રક્રિયામાં ભારતની કોશિશોનું સમર્થન કરે છે.