GSTV

કોરોના કવચ/ ભારતમાં બાળકો માટે શરૂ થશે રસીકરણ, આગામી મહિનાથી આ ઉંમરના બાળકોને અપાશે વેક્સિન

વેક્સિન

Last Updated on September 22, 2021 by Bansari

ભારતમાં બાળકોને પણ જલ્દી કોરોના વેક્સિન આપવાનું કામ શરૂ કરવામાં આવશે. ભારતમાં હવે કરોડો વેક્સિન એક જ દિવસમાં આપવામાં આવી રહી છે, જેથી વેક્સિનની અછતને લઇને ભૂતકાળમાં ઉઠી રહેલા અવાજો બંધ થઇ ગયા છે અને તે દેશમાં વેક્સિનના વધુ પ્રોડક્શનનો પુરાવો પણ છે. બાળકોને વેક્સિન આપવાના મામલાને જોઇએ તો તેવા અહેવાલ મળી રહ્યા છે કે, 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ ભારતીય બાળકો આગામી મહિનાથી COVID-19 રસીકરણ માટે પાત્ર હશે. જણાવવામાં આવી રહ્યું છે કે દવા નિર્માતા કેડિલા હેલ્થકેર ZyCoV-Dને લોન્ચ કર્યા બાદ બાળકોને જલ્દી રસી લગાવવામાં સફળતા મળતી નજરે આવી રહી છે.

વેક્સિન

ZyCoV-Dને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી

દુનિયામાં પહેલી ડીએનએ-આધારિત COVID-19 વેક્સિન, ZyCoV-Dએ ગત મહિને ભારતીય નિયામકો પાસેથી ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મેળવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબરથી, કંપની, જેને ઝાઇડસ કેડિલાના નામે ઓળખવામાં આવે છે, એક મહિનામાં 10 મિલિયન ડોઝનું ઉત્પાદન કરશે.

સાથે જ, સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સિન આપવાના અનુરોધ પર હાલ કોઇ જવાબ આપ્યો નથી. જો કે સૂત્રોએ આ જાણકારી આપી છે. જણાવી દઇએ કે આ ભારતમાં બાળકો માટે સ્વીકૃત એકમાત્ર વેક્સિન છે.

કોરોના

ત્રણ ડોઝની આ વેક્સિન લગાવવા માટે ઇન્જેક્શનની જરૂર નહી પડે

સૂત્રોએ આ પહેલા પણ જણાવ્યું હતું કે વેક્સિન ZyCoV-Dના આ વર્ષના ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં લોન્ચ થવાની સંભાવના છે. જણાવી દઇએ કે ડ્રગ રેગ્યુલેટરે 20 ઓગસ્ટે જ ઝાયડસ કેડિલાની આ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી હતી. ZyCoV-D દુનિયાની પ્રથમ plasmid DNA કોરોના વેક્સિન છે. ત્રણ ડોઝની આ વેક્સિન લગાવવા માટે ઇન્જેક્શનની જરૂર નહી પડે. પહેલો ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો અને 56 દિવસ બાદ ત્રીજો ડોઝ લેવાનો રહેશે.

ઝાયડસ કેડિલા તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, ત્રણ ડોઝ વાળી આ વેક્સિન જ્યારે માનવ શરીરમાં આવે છે જ્યારે ત્યાં
SARS-CoV-2 વાયરસનું સ્પાઇક પ્રોટીન બનાવે છે. તેનાથી એક ઇમ્યુન રિસ્પોન્સ વિકસિત થાય છે જે આ બીમારીથી સુરક્ષા પ્રદાન કરવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. પ્લગ એન્ડ પ્લે ટેક્નિક જેના પર plasmid DNA પ્લેટફોર્મ આધારિત છે તે સરળતાથી વાયરસનો સામનો કરવા માટે તૈયાર થઇ જાય છે.

Read Also

Related posts

લ્યો બોલો! આ વખતે કચ્છ નહીં પરંતુ રાજ્યના આ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, નોંધાઇ 3.4 તીવ્રતા

Dhruv Brahmbhatt

મથુરા વિવાદ/ મુસ્લિમોએ મસ્જિદ મથુરાના કૃષ્ણ મંદિરને સોંપી દેવી જોઇએ, યુપીના મંત્રીનું નિવેદન

Damini Patel

પાકિસ્તાનના હિંદુ દંપતિએ પોતાના બાળકનું એવું નામ રાખ્યું કે ચારે બાજુ થવા લાગી જોરશોરથી ચર્ચા, કહાની જાણીને ચોંકી જશો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!