GSTV

Agni-5: ભારતની આ બેલેસ્ટિક મિસાઈલની રેન્જમાં છે અડધોઅડધ વિશ્વ, થરથર કાંપે છે ચીન-પાકિસ્તાન

Last Updated on September 23, 2021 by Pritesh Mehta

ભારત પરમાણુ પરમાણુ સંપન્ન ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ Agni-5નું આજે પરીક્ષણ કરી શકે છે. આ મિસાઈલના પરીક્ષણને લઈને ચીન અને પાકિસ્તાન થરથર થથરી રહ્યા છે કારણ કે તેમને આ મિસાઈલની શક્તિનો અંદાજો છે, જોકે, તે અલગ વાત છે કે ભારત પહેલા જ Agni-5 મિસાઈલનું સાત વખત પરીક્ષણ કરી ચૂક્યું છે. નિષ્ણાતોના મતે ચીનનો ડર એટલા માટે પણ વ્યાજબી છે કારણ કે Agni-5 મિસાઈલની રેન્જમાં તેનો આખે આખો દેશ આવી જાય છે. આવો જાણીયે આ મિસાઈલની કેટલીંક ખાસ વાતો.

Agni-5

આટલી છે આ Agni-5 મિસાઈલની રેન્જ

Agni-5 ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ (અગ્નિ- 5 ICBM) રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) દ્વારા વિકસાવવામાં આવી છે. માનવામાં આવે છે કે આ મિસાઇલની રેન્જ 5000 થી 8000 કિમી છે. જો કે, આ અંગે વિવાદ પણ છે. ઘણા મીડિયા અહેવાલો અનુસાર, ચીન સહિત કેટલાક દેશોનું કહેવું છે કે ભારત અગ્નિ -5 ની સાચી રેન્જનો ખુલાસો નથી કરી રહ્યું. આમ તો, તે અલગ બાબત છે કે ચીન અને અનેક દેશો ડરે છે કે તેમનો સમગ્ર વિસ્તાર મિસાઈલના ક્ષેત્રમાં આવી રહ્યો છે.

17.5 મીટર લાંબી છે મિસાઈલ

અગ્નિ -5 ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ (ICBM) નું વજન 50 હજાર કિલોગ્રામ છે. આ મિસાઈલ 17.5 મીટર લાંબી છે અને તેનો વ્યાસ 6.7 ફૂટ છે. તેની ઉપર 1500 કિલો વજનના પરમાણુ હથિયાર લગાવી શકાય છે. મિસાઈલમાં ત્રણ સ્ટેજના રોકેટ બૂસ્ટર છે, જે સોલિડ ફ્યુઅલથી ઉડે છે. અગ્નિ-5 મિસાઈલની ઝડપ અવાજની ઝડપ કરતા 24 ગણી વધારે છે. એટલે કે, તે એક સેકન્ડમાં 8.16 કિલોમીટરનું અંતર કાપી શકે છે. માહિતી અનુસાર, મિસાઈલ 29,401 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દુશ્મન પર હુમલો કરવા સક્ષમ છે. તેમાં રીંગ લેસર ગાયરોસ્કોપ ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ, જીપીએસ, NavIC સેટેલાઇટ ગાઇડન્સ સિસ્ટમ લગાવવામાં આવી છે.

અચૂક છે અગ્નિ-5નું લક્ષ્ય

અગ્નિ-5 ICBM મિસાઈલનો નિશાનો સટીક છે. જો કોઈ કારણે ચોક્કસાઈમાં અંતર આવે છે તો તેને 10થી 80 મીટરનો જ હોય છે. જોકે આ આ અંતર છતાં તેના ઘાતક પ્રહારમાં કોઈ ફેર પડતો નથી. અગ્નિ-5 લોન્ચ કરવા માટે જમીન પર ચાલતા મોબાઈલ લોન્ચરનો ઉપયોગ કરી શકાય છે. તેને ટ્રક પર લોડ કરીને રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા ક્યાંય પણ લઇ જઈ શકાય છે. જણાવી દઈએ કે અગ્નિ મિસાઈલ અંગે વૈજ્ઞાનિક એમ. નટરાજને વર્ષ 2007માં પહેલીવાર યોજના બનાવી હતી.

એક સાથે અનેક ટાર્ગેટ પર લગાવી શકાય છે નિશાન

નિષ્ણાંતોનું માનવું છે કે જો ભારત આ મિસાઈલ લોન્ચ કરી દે તો તે સમગ્ર એશિયા, યુરોપ, આફ્રિકાના ભાગો પર હુમલો કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, અડધોઅડધ વિશ્વ તેની રેન્જમાં છે. અગ્નિ -5 ની સૌથી ખાસ વિશેષતા તેની MIRV (મલ્ટીપલ ઇન્ડિપેન્ડિનલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ્સ) ટેકનોલોજી છે. આ ટેકનીકમાં મિસાઈલ પર લગાવેલા વોરહેડમાં એકને બદલે અનેક હથિયારો લગાવી શકાય છે. એટલે કે, મિસાઈલ એક સાથે અનેક લક્ષ્યો પર નિશાન લગાવી શકે છે.

દુશ્મન દેશનો કરી શકે છે સર્વનાશ

અગ્નિ -5 (ICBM) નું પ્રથમ સફળ પરીક્ષણ 19 એપ્રિલ 2012 ના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, 15 સપ્ટેમ્બર 2013, 31 જાન્યુઆરી 2015, 26 ડિસેમ્બર 2016, 18 જાન્યુઆરી 2018, 3 જૂન 2018 અને 10 ડિસેમ્બર 2018 ના રોજ સફળ પરીક્ષણો કરવામાં આવ્યા. આમ કુલ મળીને અગ્નિ-5 મિસાઈલના 7 સફળ પરીક્ષણ કરવામાં આવ્યા છે. આ પરીક્ષણોમાં આ મિસાઇલનું વિવિધ પરિમાણો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં એ વાત સામે આવી કે મિસાઈલ દુશ્મનનો સર્વનાશ કરવા માટેનું શ્રેષ્ઠ હથિયાર છે.

ચીની નિષ્ણાતોએ કરી હતી આ વાત

આ મિસાઈલમાં MIRV ટેકનોલોજીના કારણે 2 થી 10 હથિયારો લગાવી શકાય છે. એટલે કે, એક જ મિસાઈલ એક સાથે અનેક 100 કિલોમીટરમાં ફેલાયેલા 2 થી 10 અલગ અલગ લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. ચીની નિષ્ણાત ડુ વેનલોંગે થોડા સમય પહેલા કહ્યું હતું કે અગ્નિ -5 મિસાઇલની રેન્જ 8000 કિમી છે, પરંતુ ભારત સરકાર આ રેન્જનો ખુલાસો કરી રહી નથી. જેથી, વિશ્વના દેશો તેની સામે વાંધો ન ઉઠાવે. અગ્નિ -5 મિસાઇલને 200 ગ્રામની કંટ્રોલ એન્ડ ગાઈડેન્સ સિસ્ટમ નિયંત્રિત કરે છે.

ચીનના ડરને NATO એ નકાર્યો

ચીન અને પાકિસ્તાન સિવાય ઈંગ્લેન્ડ અને અમેરિકાએ આ મિસાઈલ માટે ભારતની પ્રશંસા કરી છે. ઈંગ્લેન્ડના મીડિયા સંગઠનોએ કહ્યું છે કે ભારત અગ્નિ-5 ના સફળ પરીક્ષણ બાદ ચીન, રશિયા, ફ્રાન્સ, અમેરિકા, ઈંગ્લેન્ડ અને સંભવત ઈઝરાયેલ જેવા દેશોની યાદીમાં જોડાશે. અમેરિકાએ પણ ભારતના સમર્થનમાં વાત કરી છે. જ્યારે નાટોએ કહ્યું કે ભારતના મિસાઈલ પરીક્ષણથી દુનિયા માટે કોઈ ખતરો નથી. ભારત પોતાની ટેકનોલોજીને વધુ આધુનિક બનાવી રહ્યું છે અને કોઈને આમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ,ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!