ભારતે ચીનને વધુ એક પાઠ ભણાવવાની તૈયારી કરી લીધી છે. હવે દેશમાં ઇમ્પોર્ટ થતા તમામ LED પ્રોડક્ટ્સની તપાસ થશે. ભારત સરકાર ચીનથી થતા ઇમ્પોર્ટ પર લગામ કસવા માગે છે, આ તે જ દિશામાં લેવામાં આવેલુ મોદી સરકારનું એક મોટુ પગલુ છે.વાણિજ્ય મંત્રાલય અંતર્ગત આવતા BISએ દેશના મોટા બંદરો જેવા કે કંડલા, પારાદીપ, કોચ્ચિ, મુંબઇ જેવા પોર્ટ પર ઇમ્પોર્ટ થતાં LED પ્રોડક્ટ્સની તપાસના આદેશ આપી દીધાં છે. તેના માટે ડાયરેક્ટર જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT)એ એક નોટિફિકેશન જારી કર્યુ છે જે અનુસાર….
ચીન પર વધુ એક ક્વોલિટી એટેક
1. ઇમ્પોર્ટ થઇ રહેલા કંસાઇનમેંટ અથવા માલમાંથી કોઇ પણ સેમ્પલને રેન્ડમ અથવા અનિયમિત રીતે પસંદ કરવામાં આવશે.
2.આવા સેમ્પલોને તપાસ માટે ભારત માનક બ્યૂરો (BIS)ની લેબ્સમાં મોકલવામાં આવશે. 7 દિવસમાં તપાસ પૂરી થશે.
3. આ વાતની તપાસ કરવામાં આવશે કે શું આ LED પ્રોડક્ટ્સ સુરક્ષાના માપદંડો પર ખરી ઉતરે છે.
4. માપદંડો પર ખરા ઉતરતા સેમ્પલોના કંસાઇનમેન્ટ્સને જ કસ્ટમ તરફથી ક્લિયરન્સ મળશે.
5. જો પસંદ કરવામાં આવેલા સેમ્પલ માપદંડ પર ખરા ન ઉતરે, તો તેને પરત મોકલી દેવામાં આવશે અથવા તો તેને નષ્ટ કરી દેવામાં આવશે.

ભારતના આ પગલાથી ચીનની મુશ્કેલી વધશે કારણ કે જો ચીનના નીચલી ગુણવત્તાના LED કન્સાઇન્મેન્ટને ભારતમાં એન્ટ્રી નહી મળે તો તેને મોટો આર્થિક ફટકો પડશે તે નક્કી છે. કારણ કે ચીન માટે ભારત ઇલેક્ટ્રોનિક સામાનોનું મોટુ માર્કેટ છે.

ચીનની આ રીતે વધશે મુશ્કેલીઓ
1. નાણાકીય વર્ષ 2020માં ચીનથી 1900 કરોડ ડોલરથી વધુનો ઇલેક્ટ્રોનિક સામાન ઇમ્પોર્ટ થયો.
2. ચીનથી ઇમ્પોર્ટ થતા સામાનોમાં લેમ્પ અને લાઇટ ફિટિંગનો સામાન સામેલ છે.
3. ઇમ્પોર્ટ થતા લેમ્પ્સ અને લાઇટિંગના સામાનની કુલ વેલ્યુ 43.6 કરોડ ડોલર રહી.
4. વેલ્યૂના હિસાબે ભારત દુનિયાનુ બીજુ મોટુ LED માર્કેટ છે. ચીન માટે સૌથી મોટુ માર્કેટ.
ચીન પર ભારતની નિર્ભરતા ઓછી કરવા માટે પીએમ મોદીએ વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનોની શરૂઆત કરી છે. ચીનને સરહદ પર પાઠ ભણાવવાની સાથે તેની આર્થિક કમર તોડવાની શરૂઆત પહેલા જ થઇ ચુકી છે.

ચીન પર કમર્શિયલ સ્ટ્રાઇક
1. લોકલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે જુલાઇમાં ભારતે ચીનથી ઇમ્પોર્ટ થઇ રહેલા કલર ટેલિવિઝન પર અંકુશ મુક્યો હતો.
2. રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં લેતા સરકારી ખરીદમાં ચીની કંપનીઓના હિસ્સો લેવા પર પણ રોક લગાવવામાં આવી.
3. એપ્રિલમાં ભારતે પોતાના પ્રત્યક્ષ વિદેશી રોકાણને લઇને પણ નિયમ બદલ્યા.
4. જેથી ભારતની સીમાઓ અડે છે, એફડીઆઇ રોકાણ પહેલા સરકારની મંજૂરી જરૂરી હશે.
5. ટિકટોક અને પબજી સહિત અનેક ચાઇનીઝ એપ પર પણ ભારતે રોક લગાવી.
Read Also
- પોલિસીધારકો માટે મહત્વના સમાચાર! સરકારે બનાવ્યા વીમાને લગતા નવા નિયમ, ગ્રાહકોને મળશે આ સુવિધા
- ચોંકાવનારું: રાજ્યમાંથી બે વર્ષમાં 65 હજાર કિગ્રાથી વધુ ગૌમાંસનો જથ્થો જપ્ત
- ફફડાટ: સ્કૂલો શરૂ થયા બાદ વાલીઓને જે ડર હતો તો પડ્યો સાચો!, રાજ્યના આ શહેરોમાંથી અંદાજીત 10થી વધુ વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા
- Sovereign Gold Bond VS Digital Gold! ક્યાં મળશે રોકાણકારોને વધુ ફાયદો
- કામની વાત/ એક હપ્તો ચૂકવો અને આજીવન મળતા રહેશે રૂપિયા, એકદમ ખાસ છે LICની આ પોલીસી