GSTV

SA vs IND / સાઉથ આફ્રિકામાં ફરી ફેલ થઈ કોહલી બ્રિગેડ, 1-2થી ભારતે ગુમાવી સીરીઝ

Last Updated on January 14, 2022 by GSTV Web Desk

સાઉથ આફ્રિકાએ ત્રીજી મેચમાં ભારતને સાત વિકેટથી હરાવ્યું છે. તેની સાથે ડીન એલ્ગરની કેપ્ટનશીપ હેઠળની સાઉથ આફ્રિકાએ ત્રણ મેચની સીરીઝ 2-1થી પોતાને નામે કરી છે. ભારતે સેન્ચુરિયનમાં પ્રથમ મેચ પોતાના નામે કરી હતી, પરંતુ જ્હોનિસબર્ગમાં રમાયેલી મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો. કેપટાઉનમાં રમાયેલી આ મેચ નિર્ણાયક હતી જેમાં યજમાન ટીમનો વિજય થયો હતો. આ સાથે ભારતની દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ સીરીઝ જીતવાની તક પણ જતી રહી હતી.

સાઉથ આફ્રિકાને જીતવા માટે 212 રનની જરૂર હતી. યજમાન ટીમે ચોથા દિવસની શરૂઆત બે વિકેટના નુકશાને 101 રનો સાથે કરી હતી. તેણે ચોથા દિવસે ફક્ત એક વિકેટ ગુમાવી હતી. પીટરસન 82 રન કરી આઉટ થયો હતો. તે સદીથી ચુકી ગયો, પરંતુ પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

બાવુમા-રાસી રહ્યા અણનમ

ટેમ્બા બાવુમા અને રાસી વાન ડર ડુસૈની જોડીએ અણનમ રહેતા ટીમને જીત અપાવી. આ બંને વચ્ચે 57 રનોની ભાગેદારી થઈ. બાવુમા 32 અને રાસી 41 રન બનાવી અણનમ પરત ફર્યા. બીજી ઈનિંગમાં સાઉથ આફ્રિકા તરફથી કીગન પીટરસને શાનદાર રમત રમી હતી. તેણે 82 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

ભારત તરફથી બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુરને સફળતા મળી હતી. ત્રણેયે 1-1 વિકેટ ઝડપી હતી.

ભારત બીજી ઈનિંગમાં 198 રનમાં ઓલઆઉટ

ભારતની બીજીની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભારતના બધા સિનિયર ખેલાડી સસ્તામાં આઉટ થયા હતા. ભારતે કરેલા 198 રનમાંથી 100 રન એકલા યુવા વિકેટ કિપર બેટ્સમેન રિષભ પંતના હતા. રિષભ પંત અણનમ રહ્યો હતો. રિષભ પંત સિવાય બીજો કોઈ બેટ્સમેન લાંબા સમય સુધી પિચ પર ટકી શક્યો ન હતો.

સાઉથ આફ્રિકા તરફથી માર્કો જેનસને 4 જ્યારે કગિસો રબાડા અને લુન્ગુ એનગીડીએ 3-3 વિકેટ ઝડપી હતી.

ભારતના ૨૨૩ સામે સાઉથ આફ્રિકા પ્રથમ ઈનિંગમાં ૨૧૦ રનમાં ઓલઆઉટ

પહેલી ઈનિંગમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ૪૨ રનમાં પાંચ તેમજ શમી અને ઉમેશે ૨-૨ વિકેટ ઝડપતાં ત્રીજી ટેસ્ટમાં ભારતના ૨૨૩ના સ્કોર સામે સાઉથ આફ્રિકા ૨૧૦ રનમાં ઓલઆઉટ થયું હતુ. કેપ ટાઉનના ન્યુલેન્ડ્સમાં ચાલી રહેલી ટેસ્ટના બીજા દિવસે ભારતે પ્રથમ ઈનિંગને સહારે ૧૩ રનની પાતળી સરસાઈ મેળવી હતી.

કેપ ટાઉનના ન્યુલેન્ડ્સમાં ચાલી રહેલી ટેસ્ટમાં બોલરોએ પ્રભુત્વ જાળવી રાખ્યું હતુ. ભારત પ્રથમ દિવસે પ્રથમ ઇનિંગમાં ૨૨૩માં ઓલઆઉટ થયું હતુ. સાઉથ આફ્રિકા તરફથી પીટરસને સૌથી વધુ ૭૨ રન નોંધાવ્યા હતા. જોકે તેને સામેના છેડેથી પુરતો સપોર્ટ મળી શક્યો નહતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

BIG NEWS/ અંડર 19 WC વચ્ચે ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, કેપ્ટન સહિત 6 ખેલાડી થયા કોરોનાથી સંક્રમિત

Pravin Makwana

EDના દરોડા પર CM ચન્નીનો મોટો આરોપ/ મને પણ ફસાવાની હતી કોશિશ, જતાં જતાં EDના અધિકારીઓએ કહ્યું હતું- પીએમ સુરક્ષા ચૂક યાદ રાખજો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!