GSTV
Home » News » સેમીફાઇનલમાં ભારતની હાર બાદ પાકિસ્તાનીઓને તો જાણે જલસો પડી ગયો, આ રીતે વ્યક્ત કરી ખુશી

સેમીફાઇનલમાં ભારતની હાર બાદ પાકિસ્તાનીઓને તો જાણે જલસો પડી ગયો, આ રીતે વ્યક્ત કરી ખુશી

વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે કારમા પરાજય બાદ ભારતીય ક્રિકેટ ટીમના સફરનો અંત આવી ગયો છે. ભારતીય પ્રશંસક ટીમની સેમીફાઇનલ મેચ હાર્યા બાદ ખૂબ જ નિરાશ છે. ભારતીયો ઉપરાંત ભારત-ન્યૂઝીલેન્ડ મેચ પર પાકિસ્તાનીઓની પણ નજર હતી.

જ્યારે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે મેચ હારીને ફાઇનલની રેસમાંથી બહાર થઇ તો પાકિસ્તાનમાં પણ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના રિએક્શન આવવા લાગ્યાં.

પાકિસ્તાન હજુ પણ પોતાની જીત શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક યુઝરે લખ્યું કે, પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ બંનેને હરાવ્યા છે અને જો આ ટીમો ફાઇનલમાં પહોંચે તો પાકિસ્તાન જ વિજયી હશે.

કેટલાંક યુઝર્સે અનુષ્કાના વાયરલ મીમ્સનો યુઝ કરીને ભારતીય ટીમને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો.

એક યુઝરે પાકિસ્તાની ખેલાડી બાબર આઝમ અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની તુલના કરી.

ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં વિરાટ કોહલી ફક્ત એક રન બનાવીને આઉટ થઇ ગયો.

હવે ભારતીય અને પાકિસ્તાની ટીમ બંને જ બહાર થઇ ગઇ છે તો કેટલાંક પાકિસ્તાની યુઝર્સને તેમાં ખુશી મળી રહી છે.

ભારતીય બેટ્સમેન કે એલ રાહુલનું પ્રદર્શન વર્લ્ડ કપમાં નિરાશાજનક રહ્યું.

એક યુઝરે લખ્યું કે, કરાચીથી લાઇવ…

ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં કેએલ રાહુલ, વિરાટ કોહલી, રોહિત શર્માએ ફક્ત 1 રન બનાવ્યા.

ભારતની હાર બાદ પાકિસ્તાનમાં આવો માહોલ

ભારતીય ટીમના ટૉપ ઓર્ડરે ધબડકો વાળ્યા બાદ ફની મીમ્સ શેર કરવામાં આવ્યાં.

જો વરસાદ પડ્યો હોય તો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી જાત.

ભારતની હાર બાદ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમનો પ્રેમ.

Read Also

Related posts

રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ, તરૂણીની છેડતી બાદ સર્જાયા મારામારીના દ્રસ્યો

Nilesh Jethva

બિગ બોસ ફેન્સ માટે સૌથી મોટા ન્યૂઝ, 1 મહિનો એક્સટેન્ડ થશે સલમાન ખાનનો શો

Kaushik Bavishi

કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાની બેઠક મળી, મહારાષ્ટ્રમાં સરકાર રચવાની કવાયત તેજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!