GSTV
Gujarat Government Advertisement

સાઇબર ક્રાઇમ/ સાઇબર ફ્રોડથી દેશે ભોગવ્યું 25 હજાર કરોડનું નુકસાન, ગુજરાતમાં આટલા કરોડનો ઘાટો

સાઇબર

Last Updated on June 11, 2021 by Damini Patel

કોરોના કાળમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું ચલણ વધવા સાથે વ્યવહારના કારણે થતા ફ્રોડના કેસો પણ 28% વધી ગયા છે. એક રિપોર્ટ મુજબ, દેશને ગયા વર્ષે સાઇબર ફ્રોડની ઘટનાઓના કારણે લગભગ 25 હજાર કરોડનુ નુકશાન થયું હતું. ગયા વર્ષે દેશમાં સાઇબર ફ્રોડથી સૌથી વધુ 6-7 હજાર કરોડ રૂપિયાનું નુકસાન દિલ્હીમાં થયું હતું. ત્યાર પછી મુંબઈ(5-6 હજાર કરોડ) અને ગુજરાત(4-5 હજાર કરોડ)ના નુકસાન સાથે બીજા અને ત્રીજા નંબર પર છે. ગ્લોબલ ઇન્ફોર્મેશન કંપની ટ્રાન્સયુનિયનની એક રિપોર્ટમાં સામે આવી છે.

ફ્રોડ

રિપોર્ટ મુજબ, ઇન્ટેલિજન્સ આધારિત બિઝનેસની લેવડ-દેવળમાં સૌથી વધુ સાઇબર ફ્રોડ થયા છે. ભારતમાં સૌથી વધુ નુકસાન લોજિસ્ટિક સેક્ટરમાં થયું છે. આ સેક્ટરમાં ડિજિટલ ફ્રોડ સૌથી વધુ 224% વધ્યું છે. ઇન્ફોર્મેશન સર્વિસેસ કંપની એક્સપિરિયન્સની એક રિપોર્ટ મુજબ ભારતમાં કોરોના મહામારી દરમિયાન કારોબારી જગતને 46% વધુ સાઇબર ફ્રોડનો પડકાર આપશે.

કોરોના કાળમાં વધ્યા ઓનલાઇન ફ્રોડ

કોરોના સંકટને લઇ લોકોને ઓનલાઇન ખરીદીને પ્રાથમિકતા આપી. આ વૃદ્ધિ સાથે સાઇબર ફ્રોડના કેસ પણ ઘણા વધ્યા છે. કોરોના પહેલા સાઇબર ફ્રોડમાં ઓનલાઇન ખરીદારી સાથે જોડાયેલ ફ્રોડની ભાગીદારી 5થી 7% હતી, જે હવે વધીને લગભગ 20% થઇ ગઈ છે.

આ રીતે છેતરપિંડીને અંજામ આપે છે સાઇબર ઠગ

ચીન
  • સાઇબર ઠગ લોજિસ્ટિકને સૌથી વધુ નિશાને બનાવે છે. ઓરીજનલ ઓર્ડરને ડુપ્લીકેટ ઓર્ડરમાં ફેરવી દે છે.
  • સોશિયલ મીડિયા પર તમામ પ્રોડક્ટ્સ પર ભારે છૂટની લાલચ આપી ગ્રાહકો પાસે બેન્ક ડીટેલ લઇ લે છે.
  • મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પ્રોડક્ટ મેથડની ચોરી અને ગુણવત્તામાં ફેરફારનો સામનો કરવો પડી રહ્યો છે.
  • ફાર્માસ્યુટિકલ્સ સેક્ટર પણ સતત થઇ રહેલ સાઇબર હુમલાઓથી પરેશાન છે. આ સાઇબર ઠગ દવાઓના પેમેન્ટ ચોરી લે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સારવાર / 60 હજારના ઈન્જેક્શનની કમાલ, કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ધરમૂળથી નાબુદ, 24 કલાકમાં લક્ષણ પણ ગુમ

Harshad Patel

તમે દર મહિને 42 રૂપિયા રોકાણ કરી મેળવો 1000 રૂપિયા પેન્શન, અટલ પેન્શન યોજનામાં સુરક્ષા પણ અને નાણાં પણ

Vishvesh Dave

ખુશખબર/ DAની જાહેરાત પહેલાં આ સરકારી કર્મચારીઓ માટે આવ્યા આનંદના સમાચાર, મેડિક્લેમની મર્યાદા 5 ગણી વધી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!