સુરેશ પ્રભનું મોટું નિવેદન, કહ્યું- ભારતે પ્રથમ વખત આ મામલે ચીનને પછાડ્યું

india beat china in fdi

કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુએ ઈન્ડિયન ચેમ્બર ઑફ કોમર્સના એક કાર્યક્રમમાં કહ્યું કે સરકારે આગામી બે વર્ષમાં 7000 અબજ રૂપિયાનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) આકર્ષિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ગયા વર્ષે દેશમાં 2660 અબજ રૂપિયાનું એફડીઆઈ આવ્યું હતું. આ પ્રથમ વખત બન્યુ છે કે જ્યારે ભારતે કોઈ વર્ષે એફડીઆઈ આકર્ષિત કરવાના મામલામાં ચીનને પાછળ ધકેલ્યું છે. ગયા વર્ષે ચીનમાં કુલ 2240 અબજ રૂપિયાનું એફડીઆઈ આવ્યું હતું.

આ રીતે વધ્યું ભારતનું FDI

ભારતમાં 2018માં પ્રાપ્ત એફડીઆઈમાં ગત ઓગષ્ટમાં 1120 અબજ રૂપિયાના વૉલમાર્ટ-ફ્લિપકાર્ટ કરારથી આવેલું રોકાણ પણ સામેલ છે. આ સિવાય ગયા વર્ષના અન્ય મોટા માર્કેટમાં હિન્દુસ્તાન યૂનિલીવર દ્વારા જીએસકેના ગ્રાહક વેપારને 31,700 કરોડ રૂપિયામાં ખરીદવા અને શ્નાઇડર ઇલેક્ટ્રિક, ટીપીજી કેપિટલ, કેકેઆર, સૉફ્ટબેંક અને અલીબાબા વગેરેના કરાર સામેલ રહ્યાં.

પ્રભુએ જણાવ્યું ભારતનું લક્ષ્ય

આ સાથે જ સુરેશ પ્રભુએ કહ્યું કે, ‘અમે ગયા વર્ષે રેકોર્ડ એફડીઆઈ આકર્ષિત કર્યુ. અમે 2020 સુધી 7000 અબજ રૂપિયાનુ એફડીઆઈ આકર્ષિત કરવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે અને આ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધુ છે. તેમણે કહ્યું કે સરકાર એફડીઆઈ માટે ક્ષેત્રવાર અભ્યાસ કરી રહી છે અને તેને આકર્ષિત કરવા માટે યોગ્ય નિયમ તૈયાર કરી રહી છે. પ્રભુએ દાવો કર્યો છે કે આ નાણાંકીય વર્ષમાં દેશની નિકાસ 2014ના 22,610 અબજ રૂપિયાના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરને પાર કરશે અને 23,100 અબજ રૂપિયાથી વધુ રહેશે. જેનાથી રોજગાર સર્જનમાં પણ મદદ મળશે.’

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter