GSTV

જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરીક હિસ્સો છે અને પાક આ હકીકતને બદલી નહીં શકે

Last Updated on July 24, 2019 by Alap Ramani

ભારત દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રાઈટ ટુ રિપ્લાઈ હેઠળ પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીર મામલે ચંચૂપાત નહીં કરવાની ચેતવણી આપવામાં આવી છે. ભારતે યુએનજીએમાં કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરીક હિસ્સો છે અને પાકિસ્તાન હકીકતને બદલી શકશે નહીં.

ભારતે ફરી એકવાર પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારપૂર્વક સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરીક અને અભિન્ન હિસ્સો છે. પાકિસ્તાનની કોઈપણ કોશિશ જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો હોવાની વાસ્તવિકતાને બદલી શકશે નહીં. યુએનજીએમાં રાઈટ ટૂ રિપ્લાઈ હેઠળ સોમવારે ભારતના ફર્સ્ટ સેક્રેટરી સંદીપકુમાર બય્યાપુએ જમ્મુ-કાશ્મીર મામલે ચંચૂપાત કરતા પાકિસ્તાનને રોકડું પરખાવ્યું હતું.

જાતીય સંહાર, યુદ્ધ અપરાધ અને માનવતા વિરુદ્ધના ગુનાની સામે સુરક્ષા અને બચાવ પર યુએનજીએમાં ચર્ચા દરમિયાન બય્યાપુએ કહ્યુ હતુ કે એક પ્રતિનિધિમંડળે ફરીથી વૈશ્વિક મંચનો દુરુપયોગ કરતા ભારતના રાજ્ય જમ્મુ-કાશ્મીર વિરુદ્ધ ખોટા સંદર્ભનો ઉપયોગ કર્યો છે.

રવિવારે જમ્મુ-કાશ્મીરમાં કથિતપણે માનવાધિકાર ઉલ્લંઘનના સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ મામલે કોંગ્રેસે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. કોંગ્રેસે યુએનને આવો રિપોર્ટ આપવાની મંજૂરી નહીં હોવાનું પણ જણાવ્યું હતું. યુએનના માનવાધિકાર મામલાના એકમ દ્વારા જાહેર કરાયેલા અહેવાલમાં કથિત માનવાધિકાર ઉલ્લંઘનના મામલે પાકિસ્તાન દ્વારા ચંચૂપાત શરૂ થયો છે. જો કે આ અહેવાલમાં પીઓકે અને ગિલગિત-બાલ્તિસ્તાનમાં પણ માનવાધિકાર ઉલ્લંઘન થયાનો ઉલ્લેખ છે.

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!