GSTV

ભારતમાં છે એશિયાની સૌથી મોટી તોપ, જેનો વપરાશ કોઈપણ યુદ્ધમાં થયો નથી

વિશ્વ ઈતિહાસમાં એકથી વધુ એક ખતરનાક યુદ્ધ રચાયા છે. જેમાં બંદુકોથી લઈને મોટી મોટી તોપોનો પણ વપરાશ કર્યો છે. આજે તમને એશિયાની સૌથી મોટી તોપ વિશે જણાવવા જઈ રહ્યા છે. જે ભારતમાં હાજર છે. ત્યારે આમાં સૌથી હેરાન કરવાવાળી વાત એ છે કે આ તોપને મુખ્યત્વે યુદ્ધ માટે બનાવવામાં આવી હતી, પરંતુ યુદ્ધમાં તેનો વપરાશ કયારેય થયો નથી. આ તોપને જયવાણ તોપ તરીકે ઓળખવામાં આવે છે. આ તોપને આમેર મહેલની પાસે સ્થિત જયગઢ કિલ્લામાં રાખવામાં આવ્યો છે. અને સૌથી ખતરનાક વાત એ છે કે જ્યારથી એ બન્યો છે ત્યારથી તે કિલ્લામાં હાજર છે.

ભારતમાં છે એશિયાની સૌથી મોટી તોપ

વર્ષ 1720માં જયપુર કિલ્લાનાં પ્રશાસક જયસિંહ દ્વિતીયે આ તોપને જયગઢ કિલ્લામાં ખાસ રીતે બનાવ્યો હતો. તેમણે પોતાની રિયાસતની સુરક્ષા માટે બનાવ્યો હતો. આ તોપનાં નાળચાથી લઈને છેલ્લે સુધી સળંગ લંબાઈ અંદાજીત 31 ફૂટ છે. આ એક વિશાળ કાય તોપ છે. જેનું વજન અંદાજીત વજન 50 ટન જણાવવામાં આવ્યું છે.

તોપની મારક ક્ષમતા 30-35 કિલોમીટર

એવું કહેવામાં આવ્યું છે કે આ તોપની મારક ક્ષમતા 30-35 કિલોમીટર સુધીની છે. અને એક વખત ફાયર કરવા માટે અંદાજીત 100 કિલો ગન પાઉડરની જરૂરિયાત પડતી હતી. આ તોપમાં ફક્ત એક વખત ગોળો છોડવામાં આવ્યો હતો અને તે પણ પરક્ષીણ દરમ્યાન, ઉલ્લેખનીય છે કે જ્યારે આ ગોળો ફેંકવામાં આવ્યો ત્યારે તે કિલ્લાથી 35 કિલોમીટર દૂર જઈને પડ્યો હતો, અને જ્યાં પડ્યો હતો ત્યાં એક મોટું તળાવ બની ગયું હતું, આ તળાવ આજેપણ હયાત છે.

READ ALSO

Related posts

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ફરજ દરમિયાન કંઇ થયું તો કોરોના વોરિયર્સને મળશે 25 લાખ રૂપિયા

pratik shah

કોરોનાનો સૌરાષ્ટ્રમાં પગપેસરો, મોરબી અને જામનગરમાં 1-1 કેસ નોંધાતા તંત્ર હરકતમાં

Ankita Trada

આને કહેવાય નોકરી : પતિ-પત્ની બંને પોલીસકર્મી, મા દીકરીને લઇને બજાવે છે ફરજ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!