GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

બિસ્કિટ કંપની પાર્લે પર મંદીનો માર, 10 હજાર કર્મચારીઓની નોકરીઓ પર ખતરો

ભારતના સુસ્ત ઈકોનોમીની અસર દેશની સૌથી મોટી બિસ્કિટ નિર્માતા કંપની પાર્લે પર જોવા મળી હતી. આ કારણે આવનાર દિવસોમાં પાર્લેના 10 હજાર કર્મચારીઓની નોકરી પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે.

પાર્લે પોતાના પ્રોડક્સના ઉપયોગમાં સુસ્તીના કારણે 10 હજાર લોકોની છટણી કરી શકે છે. કંપનીના કેટેગરી હેડ મયંક શાહના જણાવ્યા પ્રમાણે આ સુસ્તી ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સના કારણે આવી છે. મયંક શાહે જણાવ્યું કે અમે સતત સરકાર પર બિસ્કિટ પર જીએસટી ઘટાડવાની માંગ કરી રહ્યાં છે. જો સરકારે અમારી વાત નહીં માની અથવા કોઈ વિકલ્પ ન જણાવ્યો તો મજબુરીમાં અમારે 8થી 10 હજાર લોકોની છટણી કરવી પડશે.

કેવી રીતે GST જવાબદાર

મયંક શાહે જણાવ્યું કે અમે સરકારને 100 રૂપિયા પ્રતિ કિલો અથવા તેનાથી ઓછી કીંમત વાળા બિસ્કિટ પર GST ઘટાડવાની માંગ કરી છે. હકિકતે GST લાગુ થયા પહેલા 100 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી કિંમત વાળા બિસ્કિટ પર 12 ટકા ટેક્ષ લગાવવામાં આવતો હતો પરંતુ સરકારે બે વર્ષ પહેલા જ્યારે GST લાગુ કર્યો તો દરેક બિસ્કિટોને 18 ટકા સ્લોટમાં રાખવામાં આવ્યા. તેની અસર એ થઈ કે બિસ્કિટ કંપનિઓએ તેના ભાવોમાં વધારો કરવો પડ્યો અને તેના કારણે તેના વેચાણમાં ઘટાડો થયો.

મયંક શાહના જણાવ્યા પ્રમાણે પાર્લેએ બિસ્કિટ પર 5 ટકા ભાવ વધાર્યો છે. આ કારણે વેચાણમાં ખુબ જ ઘટાડો જોવા મળ્યો હતો. શાહે વેચાણમાં ઘટાડાનું કારણ જણાવતા કહ્યું કે કિંમતોને લઈને ગ્રાહક ખુબ જ વધુ ભાવુક હોય છે. તેઓ એ જુએ છે કે તેમને કેટલા બિસ્કીટ મળે છે. આ અંતરને સમજ્યા બાદ ગ્રાહક સતર્ક થઈ જાય છે. અહીં જણાવી દઈએ કે 90 વર્ષ જુની બિસ્કિટ કંપની પાર્લેના 10 પ્લાંટ અને 125 કોન્ટ્રેક્ટ વાળા છે. તેનાથી 1 લાખ કર્મચારીઓ જોડાયેલા છે. કંપનીની વર્ષની રેવેન્યૂ લગભગ 9940 કરોડ રૂપિયાનુ છે.

READ ALSO

Related posts

પેન્શન ખાતમાં જેટલા તમે આપશો એટલા સરકાર તમને આપશે, દર મહિને થશે આટલી આવક

Dilip Patel

વાંદરાઓની હત્યા માટે કેન્દ્રએ આપી મંજૂરી, કોંગ્રેસે આડે હાથ લેતા મેનકા ગાંધીનો ઘેરાવ કર્યો

Pravin Makwana

મોરારી બાપૂના કથિત નિવેદન સામે દેશના વિવિધ ભાગોમાં આક્રોશ, યુવા યાદવ સેનાના અધ્યક્ષે ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!