યુનાઈટેડ નેશન્સના મહિલાઓ માટેના સંગઠન યુએન વીમેનના તાજેતરના અહેવાલ મુજબ, ભારત વર્ષ 2030 સુધીમાં જાતીય સમાનતા પ્રાપ્ત નહીં કરી શકે અને જો પરિસ્થિતિ વર્તમાન દરે સુધરે, તો પણ ભેદભાવપૂર્ણ કાયદાઓને દૂર કરવામાં અને મહિલાઓને સમાનતા આપવામાં વધુ 268 વર્ષ લાગી શકે છે.

યુએનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં જાતિ સમાનતા સામેલ છે, જેનો હેતુ લિંગના આધારે ભેદભાવને દૂર કરવાનો અને મહિલાઓને મળતી કાયદાકીય સુરક્ષામાં રહેલી ખામીઓ દૂર કરવાનો છે. ભારતમાં એવો કોઈ અસરકારક કાયદો નથી જે મહિલાઓને આ અધિકાર આપે છે. તો કેટલાક એવા કાયદાઓ છે જે મહિલાઓને રાતના સમયે પુરુષોની જેમ કામ કરતા અટકાવે છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમની લેટેસ્ટ જેન્ડર ગેપ રિપોર્ટમાં ભારત 146 દેશોમાંથી 135મા નંબરે છે. ભારતમાં મેટરનિટી બેનિફિટ એક્ટ માતાને 182 દિવસની પેઇડ મેટરનિટી લીવનો અધિકાર આપે છે, જ્યારે પિતા માટે આવી કોઈ જોગવાઈ નથી. જે દેશોનો સ્કોર સારો છે તે માતા-પિતા બંનેને પેઇડ પેરેંટલ લીવ ઓફર કરે છે
Also Read
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર