ઉત્તરાખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનુ તમામ જોર લગાવી રહી છે. દરમિયાન આ રાજ્યમાં મતદારોને લોભાવવા માટે દિલ્હી સીએમ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે વાયદાઓનો વરસાદ કરી દીધો છે.તેમણે જાહેર કર્યુ છે કે, દરેક ઘરને રોજગાર મળશે અને જ્યાં સુધી નોકરી નહીં મળે ત્યાં સુધી 5000 રુપિયા આપવામાં આવશે.રાજ્યમાં આપની સરકાર બની તો 6 મહિનામાં એક લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે અને રાજ્યના લોકોને નોકરીમાં 80 ટકા અનામત અપાશે.

ભાજપને વોટ આપશો તો દર મહિને નવા સીએમ મળશે
કેજરીવાલે કહ્યુ હતુ કે, જો ભાજપને વોટ આપશો તો દર મહિને નવા સીએમ મળશે અને અમને વોટ આપશો તો પાંચ વર્ષ માટે એક સ્થિર સરકાર આપીશું.અમને વોટ આપવાથી ઉત્તરાખંડમાંથી થઈ રહેલુ પલાયન રોકાશે.
उत्तराखंड के युवाओं को आम आदमी पार्टी की गारंटी। हर घर रोज़गार, तब तक 5 हज़ार | LIVE https://t.co/qW021m30Le
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 19, 2021
રોજગારી આપીશું
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, રોજગારી આપવા માટે અને રાજ્યમાંથી લોકોનું થઈ રહેલુ પલાયન રોકવા માટે અલગથી મંત્રાલય બનાવવામાં આવશે.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો