દેશમાં આજથી બુલેટ યુગનો પ્રારંભ થયો છે. સાબરમતીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનુ ખાતમુહૂર્ત કર્યુ હતુ. બંને વડાપ્રધાનોએ સાથે રીમોટ સ્વીચ દબાવીને આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ અવસરે જાપાની પીએમ શિન્ઝો આબેએ ‘જય ઇન્ડિયા જય જાપાન’નુ નવુ સૂત્ર આપ્યુ હતુ.
ગાંધીનગરનાં મહાત્મા મંદિરમાં ઈન્ડો-જાપાન વાર્ષિક સમિટ યોજાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંઝો આબેની ઉપસ્થિતિમાં યોજાયેલી સમિટમાં બંને દેશના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા. આ સમિટનો આરંભ કરાવતાં સીએમ વિજય રૂપાણીએ ગુજરાતના વિકાસ અને જાપાન સાથેની હિસ્સેદારીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ગીફટ સીટી, સેઝ સહિત દરિયાકિનારાની સાથે ગુજરાત ઓટો હબ થઇ રહ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાતના પ્રારંભથી જ જાપાન પાર્ટનર છે. રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ભારત-જાપાન સાથે મળી એશિયામાં નવી ઊંચાઈઓ સર કરશે.
LIVE :
આતંકવાદ મુદ્દે આબેના નિવેદનથી પાકિસ્તાનને ઝાટકો
26-11ના હુમલાખોરોને પાકિસ્તાન સજા કરે: શિંઝો આબે
ભારત-જાપાનના પીએમનું સંયુક્ત નિવેદન, બુલેટ ટ્રેન ન્યુ ઈન્ડિયાની લાઈફલાઈન બનશે
જાપાનથી આવેલા 100 એન્જિનયર ભારતને મદદ કરશે: શિંઝો આબે
ભારત-જાપાન વચ્ચે રોકાણ વધારીશું: શિંઝો આબે
ભારતમાં જાપાની રેસ્ટોરન્ટ ખુલશે: પીએમ મોદી
ઉર્જા અને ક્લાઈમેન્ટ ચેન્જ પર બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતીઓ થઈ
સંરક્ષણ અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે બંને દેશ વચ્ચે મહત્વના કરાર
ભારત-જાપાન વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠકમાં બંને દેશો વચ્ચે મહત્વના કરારો થયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનને વિરામ આપતા પહેલા જાપાનના વડાપ્રધાન અબેનો આભાર વ્યક્ત કર્યો.
ભારતનું ટ્રેન નેટવર્ક એટલું મોટું છે કે જેટલી જાપાનની વસ્તી છે, એટલા લોકો ભારતના ટ્રેન નેટવર્કમાં પ્રવાસ કરે છે.
વડાપ્રધાનમોદીએ વડાપ્રધાન અબેને ધન્યવાદ વ્યક્ત કર્યો અને પછી ગુજરાતના મુખ્યમંત્રી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ધન્યવાદ વ્યક્ત કર્યો.
વડોદરામાં રેલવે સંસ્થા યુવાનોને આધુનિક તાલીમ આપશે: મોદી
Railway हो या Highway, Waterway हो या Airway, हम सभी क्षेत्रों में अप्रत्याशित गति से कार्यों को आगे बढ़ा रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 14, 2017
નરેન્દ્ર મોદી એ પણ વડાપ્રધાન અબેની બુલેટ ટ્રેનમાં બેસીને ઉદ્ઘાટન કરવાની ઇચ્છા પૂરી કરવા કહ્યું.
મને પહેલા પૂછવામાં આવતું હતું કે ભારતમાં ક્યારે બુલેટ ટ્રેન આવશે? હવે, જ્યારે આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવે છે ત્યારે તેઓ ફરીથી પ્રશ્ન પૂછવામાં આવે છે કે બુલેટ ટ્રેનની જરૂર શું છે: મોદી
નવા ભારતનું બુલેટ ટ્રેન પ્રતીક બનશે – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું
સમય બદલાઈ રહ્યો છે અને અમારી જરૂરિયાતો પણ બદલાઈ છે તેથી બુલેટ ટ્રેનની જરૂર છે – મોદીએ કહ્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે “કોઈ દેશ જ્યાં સુધી તેનો સ્વપ્ન અને ધ્યેય ન હોય ત્યાં સુધી પ્રગતિ કરી શકે છે, જ્યાં સુધી તે હાંસલ કરવા માટે પગલાં લેતા નથી. આજે, ભારતે તે દિશામાં એક મોટું પગલું લીધું છે.
વડાપ્રધાન મોદીએ બધાનું સ્વાગત કરતા પોતાનું સંબોધન શરૂ કર્યું અને જાપાનના વડાપ્રધાનને પોતાના અંગત મિત્ર અને ભારતના મિત્ર ગણાવ્યા.
આ બુલેટ ટ્રેનને પોતાનું એક જોયેલું સપનું ગણાવતા કહ્યું કે – આ એક વર્ષો જુનું સ્વપ્ન છે જેનું એક પગથિયું મુકવા બદલ કોટી કોટી અભિવંદન વ્યક્ત કર્યા
‘મોદી, મોદી’ ના જોશીલા અભિવાદન અને ઉચ્ચારણ સાથે મોદીને સંમેલનમાં સંબોધન કરવા આવકાર્યા.
વડાપ્રધાન શિન્ઝો અબે તેમનું ભાષણ ધન્યવાદ સાથે પૂર્ણ કર્યું
જય ઇન્ડિયા – જય જાપાન આ જય બંને દેશો જાળવવાનો પૂરો પ્રયત્ન કરીશું અને પોતાનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો.
તેમને બીજી વાર ભારત આવાની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે જ્યારે બીજીવાર આવશે ત્યારે બુલેટ ટ્રેન માં બેસીને ભ્રમણ કરશે.
જાપાનમાં શિંઝો અબેના ભાષાનો અનુવાદિત અવતરણો: આજે કોઈ શંકા નથી કે માત્ર ભારત માટે જ નહીં, પણ જાપાન માટે પણ એક ઐતિહાસિક દિવસ છે જ્યાં અમે અમે અમારી ભાગીદારીને આગળ વધારીએ છીએ . હું આભારી છું કે તે જાપાન હતું જેને માટે પહેલી ભારતની બુલેટ ટ્રેન બનવાની તક મળી.
ગુજરાતના મહેમાન બનેલા જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ હાઈ સ્પીડ ટ્રેનનો શિલાન્યાસ કર્યો છે.
અમદાવાદમાં સાબરમતી એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતે મુંબઈ-અમદાવાદ વચ્ચેની 508 કિલોમીટરના રુટના બુલેટ ટ્રેન પ્રોજક્ટના રુટનું ખાત મુહૂર્ત થયુ છે.
વિજય રૂપાણીએ કહ્યું – બુલેટ ટ્રેનની શરૂઆત ગુજરાતથી કરી, જ્યાંથી ગાંધીજીએ ચળવળની શરુ કરી હતી
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ કહ્યું- “હું આ પ્રોજેક્ટ પાછળના તમામ લોકોનો આભાર માનું છું કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારતની પહેલી બુલેટ ટ્રેન મેળવશે. આ બન્ને રાજ્યોની વૃદ્ધિ માટે ફાયદો થશે,”
“આ બુલેટ ટ્રેન ભારત અને જાપાનના લોકો વચ્ચેના મિત્રતાનું પ્રતીક હશે,” અમદાવાદમાં રેલવે પ્રધાન પિયુષ ગોયલએ કહ્યું.
આ પ્રોજેક્ટ લગભગ એક લાખ કરોડ રૂપિયાનો છે. તેમાંથી 80 ટકા એટલે કે લગભગ 80 હજાર કરોડ રૃપિયાની જાપાન લોન આપશે. એ લોન ભારતે 50 વર્ષમાં પરત કરવાની છે.
80 હજાર કરોડ ભારત માટે બેશક મોટી રકમ છે. જાપાન પ્રવાસ વખતે વડા પ્રધાન મોદીએ ટોકિયોથી કોબે સુધીનો પ્રવાસ 320 કિલોમીટરની ઝડપે દોડતી બુલેટમાં કર્યો હતો.