ભારતનું આ મંદિર જે 1500 સ્તંભો પર ઉભુ છે, જાણો કહાની

ભારતમાં અજાયબીઓની કમી નથી. વિશ્વમાં અદ્ભૂત મંદિરો, ગુફાઓ અને સુંદર વિરાસતો માટે જાણીતો આપણો દેશ ઘણી ચીજ વસ્તુઓ માટે ખાસ છે. આ મહત્વની વિરાસતોમાંથી એક સંગમરમરનું એ મંદિર છે, જે પોતાની સ્થાપ્ત્યકળાની સાથે કોતરણીકામ અને વિશેષ રૂપથી 1500 સ્તંભો પર ટકેલુ હોવાને કારણે આખી દુનિયા માટે આશ્ચર્ય છે.

આ મંદિરનું નામ છે જૈન મંદિર, જે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાથી અંદાજે 100 કિલોમીટર દૂર સ્થિત રણકપુરમાં સ્થિત છે. ઉલ્લેખનીય છે કે આ મંદિર જૈન ધર્મના પાંચ મુખ્ય તીર્થસ્થળોમાંથી એક છે. સાથે જ આ મંદિરને ખૂબ સુંદરતાથી કોતરવામાં આવ્યું છે.

રણકપુર સ્થિત જૈન મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે આ 1500 સ્તંભો પર ટકેલુ છે અને સંપૂર્ણ રીતે માર્બલથી બન્યુ છે. આ મંદિરના દ્વાર કલાત્મક રીતે બનાવવામાં આવ્યા છે. મંદિરના ગર્ભ ગૃહમાં તીર્થંકર આદિનાથની માર્બલથી બનાવેલી ચાર વિશાળ મૂર્તિઓ પણ છે.

આ મંદિરનું નિર્માણ 15મી શતાબ્દીમાં રાણા કુંભાના શાસનકાળમાં થયુ હતું. રાણા કુંભાના નામ પરથી જ આ જગ્યાનું નામ રણકપુર પડ્યું. મંદિરની અંદર હજારો સ્તંભ છે, જે તેની વિશેષતામાં ચાર ચાંદ લગાવી લે છે. રસપ્રદ વાત એ છે કે આ બધા સ્તંભો પરથી જ્યાં તમારું ધ્યાન જશે, ત્યાંથી મુખ્ય મૂર્તિના દર્શન થશે. સાથે જ આ સ્તંભો પર શાનદાર કોતરણી કામ કરવામાં આવ્યું છે. શ્રેષ્ઠ કોતરણી માટે દુનિયામાં આ પ્રખ્યાત મંદિરને જોવા માટે આખી દુનિયામાંથી લોકો આવે છે.

જૈન મંદિરમાં 76 નાના ગુંબજ પવિત્ર સ્થાન, ચાર મોટા પ્રાર્થના રૂમ તથા ચાર મોટા પૂજન સ્થળ છે. એવું માનવામાં આવે છે કે આ મનુષ્યની જીવન-મૃત્યુની 84 યોનિઓમાંથી મુક્તિ પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે છે. આ મંદિરમાં ભવિષ્યમાં કોઈ સંકટનું અનુમાન લગાવીને નિર્માતાઓએ કેટલાંક ભોંયતળીયા પણ બનાવ્યા છે. આ ભોંયતળીયામાં પવિત્ર મૂર્તિઓને સુરક્ષિત રાખી શકાય છે. આ ભોંયતળીયું મંદિરના નિર્માતાઓની નિર્માણ સંબંધી દૂરદર્શિતાનો પરિચય પણ આપે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter