GSTV
Home » News » ફાઈનલ : ચંદ્રયાન-3ની તારીખ આવી ગઈ સામે, ઓર્બિટર વિના મોકલશે ચંદ્રયાન પર

ફાઈનલ : ચંદ્રયાન-3ની તારીખ આવી ગઈ સામે, ઓર્બિટર વિના મોકલશે ચંદ્રયાન પર

ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન જલ્દી જ ચંદ્રયાન-3ને ચંદ્ર તરફ રવાના કરી શકે છે. સુત્રોના મતે આ કામ ઝડપથી ચાલી રહ્યુ છે. અને નવેમ્બર 2020 સુધીની સમયમર્યાદા પણ નક્કી કરી દેવાઈ છે. ઈસરોએ કેટલીક સમિતિઓ બનાવી છે. પેનલની સાથે ત્રણેય કમિટીઓને ઓક્ટોબરથી માંડીને અત્યાર સુધી ત્રણેક હાઈલેવલ મિટિંગો થઈ ચૂકી છે.

ઓર્બિટર નહીં મોકલવામાં આવે

સુત્રોના મતે આ મિશનમાં માત્ર લેન્ડર અને રોવર જ હશે. એટલે કે ઓર્બિટર નહી મોકલવામાં આવી. કારણ કે, ચંદ્રયાન-2નું ઓર્બિટર પહેલાથી જ ચંદ્રની કક્ષામાં કાર્યરત છે. મંગળવારે પણ ચંદ્રયાન-3 મિશનને લઈને ઓવરવ્યુ કમિટીની બેઠક થઈ. જેમાં તમામ કમિટીઓની ભલામણો પર ચર્ચા થઈ. તમામ કમિટીઓએ સંચાલશક્તિ, સેન્સર, એન્જિનિયરિંગ અને નેવિગેશનને લઈને પ્રસ્તાવ આપ્યો છે.

લેન્ડિંગનો હિસ્સો વધારે મજબૂત બનાવવામાં આવશે

ઓવરવ્યૂ કમિટી એ વાત પર ધ્યાન રાખી રહી છે કે લેન્ડરનો નીચેનો હિસ્સો વધારે મજબૂત કરવામાં આવે. જેથી લેન્ડિંગ સામે ચંદ્રયાન-2 જેવી દુર્ઘટનાને ટાળી શકાય. સાથે જ પોતાના રિસર્ચને નેક્સ્ટ લેવલ પર લઈ જવા ચંદ્રયાન-3 પૃથ્વી અને ચંદ્રના ખૂબ ઓછા ચક્કર લગાવશે.

ચંદ્રયાન-2ના ઓર્બિટરનો જ કરવામાં આવશે ઉપયોગ

ઈસરો ચંદ્રયાન-2માં જે ઓર્બિટરનો ઉપયોગ કર્યો તેનો જ ચંદ્રયાન-3માં કરશે. આ વર્ષે ચંદ્રયાન-2ના લેન્ડરની ચંદ્રમા પણ કોશિષ કરવામાં આવી હતી પણ તે સમયે જ ક્રેશ થઈ ગયું હતું. જ્યારે ચંદ્રયાન-2નું ઓર્બિટર કામ કરી રહ્યું છે. જેથી ઓવરવ્યૂ કમિટી દ્રારા ચંદ્રયાન-3 માટે પણ જૂના ઓર્બિટરનો જ ઉપયોગ કરવામાં આવશે. ચંદ્રયાન-3માં 10 બિંદુઓ પર ફોક્સ કરવામાં આવશે. જે બિંદુઓમાં લેન્ડિંગની જગ્યા, ઉચિત્ત નેવિગેશન અને સેન્સર એન્જીનિયરીંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva

અમિત શાહે કર્ણાટકના હુબલી ખાતે જનસભાને સંબોધતા કહ્યું, જે લોકો CAAની વિરુદ્ધમાં છે તે દલિત વિરોધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!