ભારત અને ઈઝરાયલ પોતાની રક્ષા ભાગીદારીને વધારે આગળ વધારવાની યોજના બનાવી રહ્યું છે. તે માટે બંને દેશો હાઈટેક હથિયાર સિસ્ટમ પરિયોજનાઓને સાથે મળીને સહ-વિકાસ અને સહ-ઉત્પાદન કરવા માગે છે. તેને તે પોતાના મૈત્રી દેશોને આયાત કરશે. આવી જ રીતે આ પરિયોજનાને પ્રોત્સાહન દેવા માટે ગુરૂવારે ભારતના રક્ષા સચિવે પોતાની ઈઝારેયેલી સમકક્ષની સાથે એક ઉપકાર્ય સમૂહ બનાવ્યું હતું.

આ પહેલથી ભારતીય રક્ષા ઉદ્યોગ થશે મજબૂત
રક્ષા ઔદ્યોગિક સહયોગ ઉપર કામ કરનારા ઉપકાર્ય સમૂહ એસડબલ્યુજીનું મુખ્ય કામ ટેકનોલોજીનું હસ્તાંતરણ, રક્ષા ઉપકરણોના સંયુક્ત વિકાસ અને ઉત્પાદન, ટેકેનોલોજીની સુરક્ષા, આર્ટીફિશિયલ ઈન્ટેલિજેન્સ, નવાચાર અને ત્રીજા દેશોને સંયુક્ત નિર્યાત સુનિશ્ચિત કરવાનું છે. ઈઝરાયેલ છેલ્લા બે દાયકામાં ભારતને હથિયારોની આપૂર્તિકર્તા દેશોની યાદીમાં ચોથા સ્થાન ઉપર છે. તે ભારતને દર વર્ષે લગભગ એક બિલિયન ડોલર આશરે 70 અરબ રૂપિયાના હથિયારો વેચે છે. એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે કહ્યું કે, હવે ભારતીય રક્ષા ઉદ્યોગ મજબૂત થઈ રહ્યો છે. તેવામાં બંને દેશોને વધારે અનુસંધાન અને વિકાસની સાથે સાથે સહ-વિકાસ અને સહ-ઉત્પાદન પરિયોજનાઓ વધારવાની આવશ્યકતા મહેસુસ થઈ છે. તેણે કહ્યું કે, ઈઝરાયેલ મિસાઈલ, સેંસર, સાઈબર-સુરક્ષા અને વિભિન્ન રક્ષા ઉપપ્રણાલીઓમાં વર્લ્ડ લીડર છે. એસડબલ્યુજીનું નેતૃત્વ ભારતીય રક્ષા મંત્રાલયમાં સંયુક્ત સચિવ સંજય જાજુ કરશે. ઈઝરાયેલ તરફથી રક્ષા મંત્રાલયમાં એશિયા એન્ડ પેસેફિક રિઝનના નિદેશક ઈયાલ તેનું નેતૃત્વ કરશે.

બરાક 8 મિસાઈલ સિસ્ટમનો કરાશે સમાવેશ
આ પહેલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારતીય સશસ્ત્ર બળમાં શતીક હવામાં માર કરનારી આવનારી પેઢીની બરાક 8 મિસાઈલ સિસ્ટમ શામેલ કરવામાં આવી રહી છે. તે 30 હજાર કરોડ રૂપિયાથી મુલ્યના ત્રણ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન અને ઈઝરાયેલી એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝની ભાગીદારી પરિયોજનાઓનો ભાગ છે. ભારતીય કંપનીઓની સાથે આઈએઆઈ, રાફેલ એડવાંસ્ડ ડિફેંસ સિસ્ટમ, એલબિટ અને અલ્ટા સિસ્ટમ જેવી ઈઝરાયેલી કંપનીઓએ પણ સાત સંયુક્ત ઉપક્રમ બનાવ્યાં છે. ઉદાહરણ માટે ગુરૂવારે કલ્યાણી સમૂહ અને રાફેલની વચ્ચે એક મેમોરેંડમ ઓફ અંડરસ્ટેડીંગ(એમઓયુ) ઉપર હસ્તાક્ષર કરવામાં આવશે.
- રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય
- વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું
- સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો
- વધતા આત્મહત્યાના કેસ સામે તંત્રનો નવતર પ્રયોગ, સાબરમતીના કિનારે લગાવ્યા અનોખા પોસ્ટર્સ
- રાજ્યમાં કોરોના 555 વિસ્કોટ: 24 કલાકમાં નોંધાયા 500થી વધુ નવા કેસ, કુલ 3212 એક્ટીવ કેસ