GSTV
Gujarat Government Advertisement

મોદી સરકારના 5 અબજ ટ્રિલિયનની ઈકોનોમીના સપનાં વચ્ચે આ વ્યક્તિએ કહ્યું ભારત 15 વર્ષ પાછળ ધકેલાયું

Last Updated on October 25, 2019 by Bansari

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને અર્થતંત્ર મંદીમાં ધકેલાવાની ઘટનાને લાંબા સમય પછી થનારી ઘટના ગણાવી છે. લંડનની કિંગ્સ કોલેજમાં નેશનલ સ્ટૂડન્ટ્સ એન્ડ એલ્યુમની એસોસિએશનની તરફથી ગાંધીજી અંગે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ભારતના અનેક ક્ષેત્રોમાં બેકારી એક હકીકત છે.

આરબીઆઇના પૂર્વ ગવર્નરે જમીન, શ્રમ શક્તિ અને લોજિસ્ટિક્સના સતત સુધારા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આ અંગે આપણે ગંભીર નથી. તેમણે વર્તમાન સરકારના વલણને કેન્દ્રીયકૃત, નિરંકુશ ગણાવતા જણાવ્યું હતું કે વર્તમાન સરકાલર બહુમતીવાદને સમર્થન કરે છે.

રાજને નવા મોડેલને જરૂરી ગણાવતા જણાવ્યું હતું કે આપણે નવું મોડેલ સ્વીકારવું પડશે. જે આપણી મજબૂતી અને આપણી લોકશાહીમાં વિશ્વાસ કરે. ચાલે આપણે આપણા લોકતંત્રને મજબૂત બનાવીએ.

આ અગાઉ રાજને ભારતની વધતી નાણાકીય ખાધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જીડીપીમાં થયેલા ઘટાડા અંગે રોકાણ, ખર્ચ અને નિકાસમાં ઘટાડો તથા એનબીએફસીના સંકટને જવાબદાર ઠેરવ્યું હતું.

રાજનના આ નિવેદનનો જવાબ આપતા નાણા પ્રધાન નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે તેમના કાર્યકાળમાં નેતાઓના એક ફોન પર સરકારી બેેંકોને લોન આપવાની ફરજ પડી હતી. જેના કારણે સરકારી બેંકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મોટી રાહત: GTUના તમામ PG-Ph.D કોર્સમાં હવેથી ટકાવારી મુજબ સ્કોલરશિપ અપાશે

Pravin Makwana

વિદ્યાર્થીઓ માટે જાણવા જેવું: સરકાર વિદ્યાર્થીઓને પાસ તો કરશે, પણ માર્કશિટમાં પાછળના ભાગે આવું લખાયેલું આવશે

Pravin Makwana

ખાનગીકરણ/ આ બેંકોમાં પોતાનો 51%નો હિસ્સો વેચશે સરકાર, જાણો બેંકકર્મીઓ અને ગ્રાહકોનું શું થશે?

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!